દમણના એરપોર્ટ રોડ પાસે આવેલી પોશ ‘ધ એડ્રેસ’ સોસાયટીના બંગલા નં. RH-83 D2 માં રવિવારની મોડી સાંજે મોટી કાર્યવાહી થઇ હતી. મળતી માહિતી અનુસાર દમણના ડેપ્યુટી કલેક્ટરને ખાનગી સૂત્રો મારફતે બાતમી મળી હતી કે ઉક્ત બંગલામાં IPL પર ઓનલાઈન સટ્ટો ચલાવવામાં આવી રહ્યો છે.
આ માહિતીના આધારે ડેપ્યુટી કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચી છાપો માર્યો હતો. જો કે બંગલો અંદરથી બંધ હોવાથી પોલીસે દરવાજો ખોલાવી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર તપાસ કરતાં એક વ્યક્તિ હાઇ-ઇન્ટરનેટ કનેકશન મારફતે IPL પર સટ્ટો રમતો ઝડપાયો હતો.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંગલામાંથી ત્રણ શંકાસ્પદ લોકોને પકડી પાડ્યા હતા અને બંગલાની બહાર પાર્ક કરેલી રાજસ્થાન નંબરની કારની પણ તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને બંગલાની અંદરથી 8 લૅપટોપ અને અનેક મોબાઇલ ફોન મળ્યા હતા, જેને કબ્જે લેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગલો મુંબઈની એક મહિલાનું છે અને તેને પુનિત ચૌહાણ નામના વ્યક્તિને મહિને 24,500 રૂપિયાના ભાડે 1 ઓક્ટોબર, 2024થી આપ્યો ગયો હતો.
વિશેષ ઉલ્લેખનીય છે કે, આ બંગલો પોલીસ હેડક્વાર્ટર્સની નજીક આવેલ હોવાથી આઈ.પી.એલ. સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ત્યાંથી ચલાવાય રહી હોવી, તે સ્થાનીક પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થાની કાર્યશૈલી પર અનેક પ્રશ્નચિન્હ ઉભા કરે છે.
છાપામારી બાદ 22 કલાક વિતી જવા છતાં આ કેસ સંદર્ભે પોલીસ વિભાગ તરફથી કોઈ અધિકૃત જાણકારી જાહેર કરવામાં ન આવી હોવાને લઈને પોલીસની કામગીરી અંગે શંકા અને ચિંતાના ભાવ ઊભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો..
- Asia cup: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શુભમન ગિલને તક મળી, આ ખેલાડીઓને સ્થાન મળ્યું નહીં
- Tapi: ઉકાઈ ડેમ સોલર પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ, ટોળાનો પોલીસ પર પથ્થરમારો, 2 પોલીસકર્મી ઘાયલ
- Women World Cup 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન; આને મળી કેપ્ટનશીપ
- Godhra: સિટી સર્વે કચેરીમાં ગેરરીતીનો ભંડાફોડ, નિયમ વિરુદ્ધના 2800થી વધુ પ્રોપર્ટી કાર્ડ રદ થતાં ખળભળાટ
- China: ચીનના વિદેશ મંત્રી ઇસ્લામાબાદની મુલાકાત લેશે, 3 વર્ષમાં પાકિસ્તાનની પહેલી મુલાકાત