મહુધાથી તરંગ શર્મા દ્વારા..
Gujaratમાં ખેડા જિલ્લામાં 19 માર્ચના રોજ મહુધાના એક ગામની સગીર વયની દિકરીને ઠાસરાનો રોહિત સોલંકી નામનો યુવક ભગાડી ગયો હતો. આ દિકરીનું અપહરણ કરીને ગયેલા ઈસમે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ મામલે પોલીસ મથકે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવાયો છે.
મળતી માહિતી મુજબ Gujaratમાં ખેડા જિલ્લામાં રોહિત સોલંકી (રહે.મોરઆંબલી, ઠાસરા) નામનો ઈસમ 19 માર્ચના દિવસે મહુધા તાલુકાના એક ગામની સગીર દિકરીનું અપહરણ કરી અને લઈ ગયો હતો. આ મામલે સગીરાના વાલી દ્વારા મહુધા પોલીસ મથકે પોક્સો અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગેની તપાસ મહુધા પી.આઈ. એસ.આર ચૌહાણે કરી હતી.
જેમાં ટેકનિકલ સર્વેલન્સની મદદ લેતા આરોપી ભોગ બનનારને છોડી દઈ અને મોરઆંબલી ખાતે આવી ગયો હોવાની માહિતી મળી હતી. જે બાદ તપાસ માટે મહુધા પોલીસની ટીમ આ ગામમાં પહોંચી હતી. જ્યાં આ આરોપી ઈસમને ઝડપી લેવાયો હતો અને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
18 દિવસ પહેલાની આ ઘટનાની પોલીસ મથકે માહિતી મળ્યાના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવાયો છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Banglore: મોટા શહેરોમાં આવી ઘટનાઓ બનતી રહે છે – ગૃહમંત્રી પરમેશ્વરાએ બેંગલુરુમાં મહિલાઓની છેડતી પર કહ્યું
- Adani-અંબાણીથી લઈને રાધાકિશન દામાણી સુધી દેશના અબજોપતિઓ કેટલા ગરીબ થઈ ગયા?
- Bangladeshમાં શેખ હસીનાના લોકો જ સાચા ખેલાડી નીકળ્યા, વાર્તા સાંભળીને યુનુસ માથું પકડી લેશે
- IPL 2025: ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ ક્યાં જીતશે? પોતાના લોકો માટે કોઈ સન્માન નથી… ચોંકાવનારું સત્ય
- શાળાઓ બંધ, શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા… Nepal માં કેમ થઈ રહ્યો છે આ વિરોધ?