મહુધાથી તરંગ શર્મા દ્વારા..
Gujaratમાં ખેડા જિલ્લામાં 19 માર્ચના રોજ મહુધાના એક ગામની સગીર વયની દિકરીને ઠાસરાનો રોહિત સોલંકી નામનો યુવક ભગાડી ગયો હતો. આ દિકરીનું અપહરણ કરીને ગયેલા ઈસમે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ મામલે પોલીસ મથકે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવાયો છે.
મળતી માહિતી મુજબ Gujaratમાં ખેડા જિલ્લામાં રોહિત સોલંકી (રહે.મોરઆંબલી, ઠાસરા) નામનો ઈસમ 19 માર્ચના દિવસે મહુધા તાલુકાના એક ગામની સગીર દિકરીનું અપહરણ કરી અને લઈ ગયો હતો. આ મામલે સગીરાના વાલી દ્વારા મહુધા પોલીસ મથકે પોક્સો અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગેની તપાસ મહુધા પી.આઈ. એસ.આર ચૌહાણે કરી હતી.
જેમાં ટેકનિકલ સર્વેલન્સની મદદ લેતા આરોપી ભોગ બનનારને છોડી દઈ અને મોરઆંબલી ખાતે આવી ગયો હોવાની માહિતી મળી હતી. જે બાદ તપાસ માટે મહુધા પોલીસની ટીમ આ ગામમાં પહોંચી હતી. જ્યાં આ આરોપી ઈસમને ઝડપી લેવાયો હતો અને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
18 દિવસ પહેલાની આ ઘટનાની પોલીસ મથકે માહિતી મળ્યાના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવાયો છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Dahod: 500 રૂપિયાની નકલી નોટો ઘરે છાપવામાં આવતી…હૈદરાબાદ જેલમાં બંધ માસ્ટરમાઇન્ડ, 8 રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક
- Gujaratમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનશે સ્ટેટ હાઈવે, હવે સાધલીથી સેગવા જવાનું થશે સરળ
- Gujarat: મુસ્લિમ અધિકાર મંચને હાઈકોર્ટનો ઝટકો, UCC અને WAQF સામે વિરોધ કરવાની ના મળી મંજૂરી
- Gujaratના 4 જિલ્લામાં યલો એલર્ટ, આજે પણ ગરમીનું મોજું રહેશે યથાવત
- Ahmedabad સંમેલન બાદ રાહુલ ગાંધી ફરી પહોંચશે ગુજરાત, શરૂ કરશે નવી કોંગ્રેસની રચના