હાર્દિક દેવકીયા
Gujaratના ખેડા જિલ્લાના નડિયાદ નજીકથી પસાર થતા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ ભરેલી ટેન્કર પલટી જતા મોટી દુર્ઘટના બની છે. કોઈ જાનહાનિ નહીં, પરંતુ આ કેમિકલના કારણે પહેલા આગ લાગી અને બાદમાં કેમિકલના જે પ્રમાણે ધુમાડાના ગોટા વળ્યા તેણે આખુ ગામ ઝેટમાં લીધી અને અંતે ગ્રામજનોએ પલાયન કરવાની ફરજ પડી છે.

Gujaratના નડિયાદમાં નજીક વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ રોડ પર એક કેમિકલ ભરેલી ટેન્કર પલટી ગઈ અને તે બાદ કેમિકલના કારણે પ્રથમ આગ લાગી. તે પછી આ કેમિકલના ધુમાડા ખૂબ મોટા પ્રમાણમાં નીકળવા લાગ્યા અને આખો એક્સપ્રેસ-વે રોડ 2 કિલોમીટર સુધી ધુમાડાના ચપેટમાં આવ્યો અને આ તરફ એક્સપ્રેસ-વેની પાસેનું નડિયાદના બિલોદરામાં પણ ધુમાડો પહોંચી ગયો. પરીણામે ગ્રામલોકો પલાયન કરવાની ફરજ પડી રહી છે.
આ ઘટનામાં સદનસીબે ટેન્કર ચાલકનો જીવ બચી ગયો છે. એક કેમિકલ ભરેલી ટેન્કર નીચે ખાબકી અને તે બાદ કેમિકલના કારણે આગની સાથે ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. ઘટના એટલી ગંભીર હતી કે, ફાયરબ્રિગેડ, પોલીસ સહિત હાઈવેની ઈમરજન્સી પેટ્રોલીંગની ટીમ દોડી આવી હતી. ટેન્કર ઊંડા ખાડામાં પડતાની સાથે બ્લાસ્ટ થતાં ટેન્કરમાંથી કોઈ કેમિકલ લીક થયો હતો. જેને લઇને ધુમાડાના ગોટેગોટા હાઈવે પર જોવા મળ્યા હતા.

2 કીમી દુરથી આ ગોટેગોટા દ્રશ્યો જોવા મળ્યા હતા અને એક્સપ્રેસ-વે પર 2 કિલોમીટર સુધી વીઝીબીલીટી પણ ઘટી ઈ હતી. જોકે પહોંચેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આ હોનારતને કાબુમાં લેવા પ્રયાસ કર્યો છે.બનાવના પગલે સ્થાનિક પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. ચાલકને હેમખેમ બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ તરફ ઘટના બાદ તુરંત સ્થળ પર વીઝીબીલીટી ઘટતા લોકોએ વાહનો ધીમે પાડ્યા છે અને આગ અને ધુમાડા પર કાબુ મેળવવા ફાયરની ટીમો કામ કરી રહી હોવાથી વડોદરાથી અમદાવાદ તરફની લેનમાં ભારે ટ્રાફિક જામ થયો છે. જેમાં હજારો લોકો અટવાઈ ગયા છે.
આસપાસના ગામોમાંથી નાગરીકોનું સ્થળાંતર કરાવ્યુ
આ ઘટના બાદ કેમિકલના કારણે આસપાસના ગામોમાં કેમિકલયુક્ત ધુમાડો પહોંચી ગયો હતો. બિલોદરા, સલુણ વાંટા, ખુશાલપુરા સુધી આ ધુમાડો પહોંચી ગયો હતો. જ્યાં લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થતી હોવાની વિગતો પણ સામે આવી હતી. આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા ત્વરીત ગામ લોકોનું સ્થળાંતર કરવાના નિર્દેશ આપી દેવાયા છે અને સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાવી દેવાઈ છે. તો સાથોસાથ કેમિકલયુક્ત ધુમાડાની અસર પૂર્ણ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરી દેવાઈ છે.
આ પણ વાંચો..
- Gujaratમાં લગભગ 62 લાખ નકલી મતદારો, અમિત ચાવડાએ ‘મત ચોરી’ પર સીઆર પાટીલ પર સાધ્યું નિશાન
- Ahmedabad: 49 લાખ રૂપિયાના પાર્સલની ચોરીના આરોપમાં ડિલિવરી બોયની ધરપકડ
- Air India flight: ટેકઓફ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, તરત જ કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
- પવિત્ર રિશ્તાની અભિનેત્રી Priya Maratheનું નિધન, 38 વર્ષની ઉંમરે કેન્સર સામેની હારી ગઈ લડાઈ
- Vadodara: પોતાની બદલીનો બદલો આખા વિસ્તાર જોડે લીધો, ત્રણ દિવસ સુધી ના આપ્યું પાણી