Suratમાં દેવામાં ફસાયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. આ ઘટના Suratના અમરોલી વિસ્તારમાં બની છે. આ દુ:ખદ ઘટનામાં પતિ-પત્ની અને તેમના પુત્રએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, પરિવાર દેવામાં ડૂબેલો હતો અને દેવું ચૂકવવામાં અસમર્થ હતો. આ આર્થિક સંકટને કારણે પરિવાર તણાવમાં હતો અને અંતે આ પગલું ભર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને કેસની વધુ તપાસ ચાલુ છે.

Suratના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં આ માતા-પિતા અને પુત્ર રહેતા હતા. ત્રણેયે ઝેરી દવા પીને મોતને વ્હાલુ કરી લીધુ છે. આત્મહત્યાની જાણ થતા સોસાયટીના રહીશોએ ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા છે.

આપઘાત કરનારા પરીવારમાં ભરતભાઈ સંસાગિયા, પત્ની વનિતા અને પુત્ર હર્ષનો સમાવેશ થાય છે. તેમણે ઘરમાં મૂકેલી સુસાઈડ નોટ મુજબ એક લેણદારના ત્રાસથી કંટાળીને તેમણે પોતાના જીવનનો અંત આણ્યો છે.પોલીસ દ્વારા સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.