NRI tax: અમેરિકામાં પ્રસ્તાવિત ‘ધ વન બિગ બ્યુટીફુલ બિલ’માં બિન-અમેરિકન નાગરિકો દ્વારા વિદેશમાં મોકલવામાં આવતા નાણાં પર 5% કર લાદવાની જોગવાઈ છે. આનાથી અમેરિકામાં રહેતા ભારતીયો પર અસર પડશે, જેઓ ભારતમાં પોતાના માતા-પિતા અથવા પરિવારને પૈસા મોકલે છે.
જો આ બિલ પસાર થશે તો તેની અસર H-1B, F-1 વિઝા ધારકો, ગ્રીન કાર્ડ ધારકો અને ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને થશે. દરખાસ્તમાં જણાવાયું છે કે વેસ્ટર્ન યુનિયન, પે-પેલ અથવા બેંક દ્વારા કરવામાં આવતા ટ્રાન્સફર સમયે ટેક્સ કાપવામાં આવશે. આના કારણે, ભારતીય ઇમિગ્રન્ટ્સને લગભગ રૂ. 13,800 કરોડનો વધારાનો ટેક્સ ચૂકવવો પડી શકે છે.