BSNL કંપનીએ એક વ્યક્તિને 3000 કરોડ રૂપિયાનો ઓર્ડર આપી દીધો છે. જી હાં, ઈન્દર જયસિંહાણી નામના વેપારીને એક મોટો કોન્ટ્રાક્ટ આપ્યો છે. ઈન્દર જયસિંઘાણી એ વ્યાપાર જગતના જાણીતા વ્યક્તિઓમાંના એક છે. તેઓ ભારતમાં અગ્રણી કેબલ અને વાયર ઉત્પાદન કંપની, પોલીકેબ ઇન્ડિયાના ચેરમેન અને ડિરેક્ટર છે.
BSNL કંપનીએ ગુરુવાર, 13 માર્ચના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેને બિહાર ટેલિકોમ સર્કલમાં ભારત નેટ માટે બીએસએનએલ તરફથી લગભગ 3003 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.
પોલીકેબ ઈન્ડિયાનું માર્કેટ કેપ હાલમાં 5000 છે. ગુરુવારે કંપનીનો શેર 5000 પર બંધ થયો હતો. જયસિંઘાણીએ 1986 માં એક ટ્રેડિંગ ફર્મ તરીકે કંપનીની શરૂઆત કરી હતી. 2014માં પોલીકેબે ઇલેક્ટ્રિક પંખા, LED લાઇટિંગ, સ્વીચો અને સ્વીચગિયર જેવા ઉત્પાદનોનું ઉત્પાદન પણ શરૂ કર્યું.
ફોર્બ્સ અનુસાર, જયસિંહાણી પાસે હાલમાં 13818 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 7 વર્ષીય જયસિંહાણી હાલમાં વિશ્વના અબજોપતિઓની યાદીમાં 2059મા ક્રમે છે. 20 ડિસેમ્બર, 1997 ના રોજ તેમને પોલીકેબના ચેરમેન અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પછી, 28 ઓગસ્ટ 2019 ના રોજ તેમને ફરીથી તે જ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. તેમની કંપની 2019 માં જાહેર થઈ. વધતા વીજળીકરણ અને વીજળી ક્ષેત્રમાં ખર્ચમાં વધારો થવાને કારણે 2022 થી કંપનીના શેર વધ્યા છે. 2008 માં, વર્લ્ડ બેંક ગ્રુપના એકમ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) એ કંપનીમાં તેનો હિસ્સો ખરીદ્યો.