અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ ક્રિપ્ટોકરન્સીસમાં શરૂ થયેલી રેલી સપ્તાહ અંતે પણ જળવાઈ રહી હતી અને મુખ્ય ક્રિપ્ટો Bitcoin શુક્રવારે પહેલી જ વખત ૭૭૦૦૦ ડોલરને પાર જોવા મળ્યો હતો. બિટકોઈનની સાથે બન્ય ક્રિપ્ટોસમાં પણ સપ્તાહ અંતે સુધારો આગળ વધ્યો હતો.
એથરમનો ભાવ પણ ૩૦૦૦ ડોલરની નજીક શુક્રવારે Bitcoin ૭૭૧૦૫ ડોલર થઈ પ્રોફિટ બુકિંગે ઘટી ૭૬૭૦૦ આસપાસ કવોટ કરાતો હતો. બીજી મોટી ક્રિપ્ટો એથરમનો ભાવ પણ ૩૦૦૦ ડોલરની નજીક પહોંચી ગયો હતો. હાલની રેલીમાં ખરીદદારો છથી બાર મહિના માટે પોઝિશનિંગ કરી રહ્યાનું જણાય છે. હાલની રેલી રિટેલ કરતા સંસ્થાકીય રોકાણકારોને કારણે વધુ જોવા મળી રહી છે. ૨૦૨૫માં ક્રિપ્ટોકરન્સીસ બજારમાં પ્રવૃત્તિમાં જોરદાર વધારો થવાની બજારના ખેલાડીઓ અપેક્ષા રાખી રહ્યા છે. અમેરિકામાં સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના અધ્યક્ષ ગેરી જેનસ્લરને હઠાવવાના ટ્રમ્પના પ્રયાસો હશે. છેલ્લા એક વર્ષમાં એસઈસી દ્વારા ક્રિપ્ટો ઉદ્યોગ સામે અનેક સખત પગલાં લેવાયા છે.