Adani green energy એ ફરી નવો ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં, 7 લાખ લોકોએ લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે ‘એનર્જી રિવોલ્યુશન: ધ Adani-green-energy ગેલેરી’ની મુલાકાત લીધી છે. આ ગેલેરી ઊર્જા અને આબોહવા પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

26 માર્ચ 2024ના રોજ લંડનના પ્રખ્યાત સાયન્સ મ્યુઝિયમ ખાતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ‘એનર્જી રિવોલ્યુશન: Adani green energy ગેલેરી’નું ઉદ્ઘાટન કર્યું હતુ

એક વર્ષમાં ગેલેરીમાં 7,00,000 મુલાકાતીઓ આવ્યા

Adani green energy ગેલેરી દ્વારા સત્તાવાર એક નિવેદનમાં જણાવ્યુ છે કે, એક વર્ષની અંદર, આ ગેલેરીમાં 7 લાખ મુલાકાતીઓ આવ્યા છે. આ ગેલેરીમાં, વિશ્વ કેવી રીતે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડીને વધુ ટકાઉ રીતે ઊર્જાનું ઉત્પાદન અને ઉપયોગ કરી શકે છે, તે દર્શાવાયુ છે.

2024 BRIC એવોર્ડ જીત્યો

છેલ્લા એક વર્ષમાં Adani green energy ગેલેરીએ વિવિધ સંસ્થાઓ માટે 40થી વધુ ક્યુરેટરના નેતૃત્વ હેઠળના પ્રવાસોનું આયોજન કર્યું છે, જેમાં ક્લાઇમેટ ચેન્જ કમિટી, મેટ ઓફિસ, વર્લ્ડ એનર્જી કાઉન્સિલ અને યુકે સરકારના અનેક વિભાગોનો સમાવેશ થાય છે. આ મુલાકાતોએ આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે જરૂરી ઝડપી ઊર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશન પ્રયાસોમાં સમજ આપી છે. ગેલેરીએ તેના લો-કાર્બન બ્રિક બેન્ચ પ્રદર્શન માટે ઇનોવેશન કેટેગરીમાં પ્રતિષ્ઠિત 2024 બ્રિક એવોર્ડ જીત્યો છે.

આ પણ વાંચો..