IT: અમદાવાદ, ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગ રીટર્ન માટેનું નવું પોર્ટલ ઈ-ફાઈલિંગ રીટર્ન-૩ ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે. પ્રોજેક્ટ આઈઈસી-૩ હેઠળ આ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં રીટર્ન ફાઈલ કરવાની સિસ્ટમ વધુ સરળ બનશે. તેના વપરાશકારોની તકલીફ ઓછી થશે. આ સંદર્ભમાં આંતરિક પરિપત્ર કરી દેવામાં આવ્યો છે.આઠમી ઓક્ટોબરે જ આ પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું આવકવેરાના જાણકાર સૂત્રોનું કહેવું છે.

IT: કરદાતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી તમામ વિગતોની બારીકાઈ પૂર્વક ચકાસણી કરવામાં આવશે

IT: ભારતમાં કરવેરો જમા કરાવીને રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતા | માહિતીનું ત્વરિત વિશ્લેષણ થવું જરૂરી| બની ગયું છે. અગાઉના વરસોમાં ચલણ | પેમેન્ટ ફેઈલ જવાની, સર્વર ધીમું કે બંધ પડી જવાની સમસ્યા, ૨૬એએસ ડાઉનલોડ કરવાની સમસ્યા અને આઈટીઆરના ફોર્મ ડાઉનલોડ કરવાની સમસ્યા થતી હતી. પરંતુ નવા આઈઈસી-૩ હેઠળ થયેલા પોર્ટલમાં આ | સમસ્યાઓ ઓછામાં ઓછી થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

દિવાળી જેવા તહેવારોની સીઝનમાં પણ ઈ-કોમર્સ શોપ્સના કે મોલના કે પ્લેટફોર્મ ફેઈલ થઈ જતાં નથી. જ્યારે આવકવેરાના રીટર્ન ફાઈલ કરવાના આવે ત્યારે તેમાં અવરોધ આવે જ છે. તેથી અવરોધ ન આવે તે માટે તેના વર્ઝનમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં સુરતના ચાર્ટર્ડ ઉપ એકાઉન્ટન્ટ્સ એસોસિયેશને ઉપરોક્ત તકલીફોના અનુસંધાનમાં કરેલી રીટ પિટીશન પેન્ડિંગ પડેલી છે.

આઈઈસી-૩માં કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ કરદાતા તેમના રીટર્નનું ઈ-ફાઈલિંગ કરી શકશે. તેમણે ભરવાના થતાં જુદાં જુદાં ફોર્મ પણ તેમાં અપલોડ કરી શકશે. તેની સાથે અન્ય સેવાઓનો પણ કરદાતાઓ ઉપયોગ કરી શકશે. સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર સાથે પણ કરદાતાને કનેક્ટ કરી આપશે. આઈઈસીના માધ્યમથી બેક બેક ઓફિસ પોર્ટલની સુવિધા પણ મળતી થશે. આઈઈસી-૩ પોર્ટલને કારણે આવકવેરા ખાતાની કામગીરી વધુ ચુસ્ત બનશે. કરદાતાઓને પણ તેનો ફાયદો મળશે.