Jagdish Chavda AAP: આજે આમ આદમી પાર્ટી(AAP)ના એસસી સેલના પ્રદેશ પ્રમુખ Jagdish Chavda અમદાવાદ શહેર ઉપપ્રમુખ અલ્પેશ સોલંકી અને જતિન પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં એસસી સેલના પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટી(AAP)ના પદાધિકારી જગદીશભાઈ કલાત્મિક પ્રશાસનના ત્રાસનો ભોગ બન્યા છે. જગદીશભાઈના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં પાંચ દિવસ અગાઉ એક દર્દીને લઈને હોસ્પિટલ ગયા હતા. અને ત્યાં દર્દી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું તેના કારણે તેઓએ ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું અને તેઓ રાતના સમયે લાઈવ પણ થયા હતા. ત્યાં એક મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે જગદીશભાઈને બોલાચાલી થઈ. ત્યારબાદ લોકો ભેગા થઈ ગયા અને સમજાવટ કરીને બંને પક્ષે સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ રાતના સમયે સિક્યુરિટીના તમામ સ્ટાફે ભેગા થઈને જગદીશભાઈ કલાત્મિક વિરુદ્ધ એવી ખોટી ફરિયાદ કરી કે જગદીશભાઈએ મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી કરી. આવી કોઈ ઘટના ઘટી નથી અને જો બોલાચાલીની કે ઝઘડો થયો છે તે મુદ્દા પર પોલીસ કેસ થયો હોત તો અમે સમજી પણ શક્યા હોત પરંતુ છેડતી મુદ્દે જે પોલીસ ફરિયાદ થઈ છે તે સાવ ખોટી ફરિયાદ છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટી જગદીશભાઈની સાથે છે.
જગદીશભાઈ એક સામાજિક અને રાજકીય આગેવાન છે અને મહિલાની છેડતીના મુદ્દે તેમના પર જે ખોટી FIR કરવામાં આવી છે તેનાથી તેમને ખૂબ જ લાગી આવ્યો. જેના કારણે જગદીશભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ભગવાનની મહેરબાનીથી જગદીશભાઈ બચી ગયા છે. તેમણે જ્યારે facebook લાઈવ કર્યું હતું ત્યારે તેમણે મહિલા સિક્યુરિટી ગાર્ડ અને સિક્યુરિટી ઇન્ચાર્જ, પોલીસના વહીવટદાર અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરના નામ તેઓએ જણાવ્યા હતા અને કહ્યું હતું કે આ તમામ લોકો મને હેરાન કરી રહ્યા છે. જેના કારણે હું આ પગલું ભરી રહ્યો છું. આ મુદ્દાના તમામ તથ્યો જાણ્યા બાદ અને મૂળ મુદ્દા સુધી પહોંચીને જે પણ કસૂરવાર હશે ભલે એ મહિલા ગાર્ડ કસૂરવાર હશે કે પછી સિક્યુરિટી ઇન્ચાર્જ, પોલીસના વહીવટદાર અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કસૂરવાર હશે તો આ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવા માટે આમ આદમી પાર્ટી જગદીશભાઈની સાથે રહેશે. જગદીશભાઈ વિરુદ્ધ જે ખોટી FIR કરવામાં આવી છે તે મુદ્દા પર પણ આમ આદમી પાર્ટીને લીગલ ટીમ જગદીશભાઈને મદદ કરશે.