અમદાવાદ. સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા પાન, મસાલા અને તમાકુના પાઉચની હેરફેર કરતાં ૬ વાહનોને અટકાવીને તપાસ કરતાં ૪૨.૧૨ લાખ બિનહિસાબી પાઉચ મળી આવ્યા હતા. જેમાં ૨.૫૫ કરોડથી વધુની GSTની કરચોરી પકડી પાડી છે અને આ કરચોરી વસૂલવા કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. (SGST)

SGSTના સૂત્રોના જણાવ્યાનુસાર, તા. ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સંવેદનશીલ ચીજવસ્તુઓમાં ઈનવોઈસ વિના, ખામીયુક્ત ઇન્વોઈસ અથવા યોગ્ય દસ્તાવેજો વિના માલની હેરફેર થકી કરવામાં આવતી કરચોરી રોકવા માટે હાથ ધરાયેલ ઝુંબેશના ભાગરૂપે સંવેદનશીલ ચીજવસ્તુઓમાં કરચોરીને રોકવા માટે તેના ગુપ્તચર નેટવર્ક અને ક્ષમતાઓને વધુ સક્ષમ અને વિસ્તૃત કરવા માટે પણ સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. (SGST)

Also Read: