ગુજરાતમાં હજુ પણ 4 દિવસ કાળઝાળ ગરમીની હવામાનની આગાહી છે. આજે અમદાવાદમાં ગરમીનું રેડ અલર્ટ છે. તો ગાંધીનગરમાં 45 અને અમદાવાદમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો શેકાયા છે. હજુ પણ 4 દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડમાં હીટવેવની આગાહી છે. આણંદ, સુરત અને સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી પડશે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ અંગ દઝાડતી ગરમી પડશે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં આકાશમાં અગનગોળા વરસશે. .

આજે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી કાળો કેર વર્તાવશે. 21 થી 25 મે સુધી અમદાવાદમાં ગરમી મામલે રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રી અને તેથી વધુ પણ જઇ શકે છે. ગરમી મામલે રેડ એલર્ટને લઇને મ્યુનિસિપલ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. હેલ્થ વિભાગ દ્વારા વિશેષ એડવાઇઝરી જાહેર કરાઇ છે. અત્યંત જરૂરના કામ વગર બપોરે બહાર ન નિકળવાની તંત્રની લોકોને તાકીદ કરાઈ છે

દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. જેમાં દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાતમાં લૂની અસર વર્તાઈ રહી છે. પંજાબમાં મે મહિનાની ગરમીનો 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં 46.9 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, યુપીમાં ગરમીથી અકળામણ અનુભવાઈ રહી છે. તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી છે.