Ahmedabad Reve Party: અમદાવાદના બોપલ વિસ્તારમાં પોલીસ દ્વારા રેવ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે રેડ પાડી નબીરાઓની ધરપકડ કરી છે. પોલીસે દારૂ સહિતની વસ્તુઓ કબ્જે કરી છે. શીલજના ઝેફાયર ફાર્મ પર બોપલ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડી 15થી વધુ નબીરાઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે શીલજના ઝેફાયર ફાર્મ ખાતે નબીરાઓ પાર્ટી માણી રહ્યા હતા, ત્યારે બોપલ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ પાર્ટી પર દરોડા પાડીને 15થી વધુ નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે.

રેડ પાડીને પોલીસે દારુ અને હુક્કા સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા ઝડપાયેલા નબીરાઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, કેન્યા, નાયઝેરિયા સહિતના દેશમાંથી ભણવા આવેલા વિદેશી વિદ્યાર્થીઓ પણ પાર્ટીમાં સામે હતા.

15 નબીરાઓમાં 5 જેટલી યુવતીઓ પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે પોલીસ તરફથી સત્તાવાર માહિતી સામે આવ્યા બાદ જ વધુ ખુલાસા થઈ શકે છે.