NIRF ranking 2025: ગુરુવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જાહેર કરાયેલ NIRF રેન્કિંગ 2025 માં IIT મદ્રાસે એકંદર સંસ્થા રેન્કિંગ અને એન્જિનિયરિંગ શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દર વર્ષે શિક્ષણ, સંશોધન, સ્નાતક પરિણામો, સમાવેશીતા અને દ્રષ્ટિકોણ જેવા પરિમાણોના આધારે દેશભરમાં સંસ્થાઓને ક્રમ આપે છે.

ગુજરાત માટે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A) મેનેજમેન્ટ શ્રેણીમાં ટોચ પર છે.

અહીં રેન્કિંગ છે–

એકંદર રેન્કિંગ

1. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ

2. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ

3. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે

4. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી

5. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુર

6. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર

7. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકી

8. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી

9. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નવી દિલ્હી

10. બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી

યુનિવર્સિટી રેન્કિંગ

1. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ

2. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નવી દિલ્હી

3. મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન, મણિપાલ

4. જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્હી

5. દિલ્હી યુનિવર્સિટી, નવી દિલ્હી

6. બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી

7. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, પિલાની

8. અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ, કોઈમ્બતુર

9. જાદવપુર યુનિવર્સિટી, કોલકાતા

10. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ

કોલેજ રેન્કિંગ

1. હિન્દુ કોલેજ, દિલ્હી

2. મિરાન્ડા હાઉસ, દિલ્હી

3. હંસ રાજ કોલેજ, દિલ્હી

4. કિરોરી માલ કોલેજ, દિલ્હી

5. સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હી

6. રામા કૃષ્ણ મિશન વિવેકાનંદ સેન્ટેનરી કોલેજ, કોલકાતા

7. આત્મા રામ સનાતન ધર્મ કોલેજ, નવી દિલ્હી

8. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, કોલકાતા

9. PSGR કૃષ્ણમ્મલ કોલેજ ફોર વુમન, કોઈમ્બતુર

10. પીએસજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, કોઈમ્બતુર

મેનેજમેન્ટ શ્રેણી

1. IIM અમદાવાદ

2. IIM બેંગ્લોર

3. IIM કોઝિકોડ

4. IIT દિલ્હી

5. IIM લખનૌ

6. IIM મુંબઈ

7. IIM કલકત્તા

8. IIM ઇન્દોર

9. મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ગુરુગ્રામ

10. XLRI જમશેદપુર