Ahmedabad: રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, મોટાભાગના જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આજથી કેટલાક જિલ્લાઓમાં પવનની દિશા બદલતા તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે.
રાજ્યમાં સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આજે સવારથી જ રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું હતું. જેમાં અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેને લઈને લોકો સ્વેટર પહેરીને બહાર નીકળ્યા હતા. રાજ્યમાં લઘુતામ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે.
આ સિવાય નલિયામાં 12.2 ડિગ્રી તાપનામ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું છે. નલિયામાં ઠંડીનો વધારે અનુભવ થયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં લધુતમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે.