અમદાવાદ, વઘઈ અને નડિયાદના સાત વેપારીઓ અને એક સલૂન માલિક પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીએ દરોડો પાડીને રૂા. ૯૨ લાખની GSTની ચોરી પકડી પાડી છે. ડાંગ જિલ્લાના વઘઈમાં તમાકુના ચાર વેપારીઓ અને નડિયાદમાં એક સલૂન ધારક પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

લમસમની સ્કીમમાં જોડાયા પછી ગ્રાહકો પાસે અલગથી GST લઈ ૫૩ લાખની ચોરી કરી

નડિયાદના સલૂન સંચાલકે કમ્પોઝિશનની એટલે કે લમસમની સ્કીમ સ્વીકાર્યા પછી ગ્રાહો પાસેથી અલગથી વેરો વસૂલીને રૂા. ૫૩ લાખની જીએસટીની ચોરી કરી હોવાનું દરોડા દરમિયાન બહાર આવ્યું હતું. અમદાવાદના બેટરીના વેપારી બેટરી આયાત કરીને પછી બિલ વિના જ તેનું વેચાણ કરીને કરચોરી કરતાં હતા. દરોડા દરમિયાન બિનનોંધાયેલો સ્ટોક તથા વગર બિલના વેપારની વિગતો મળી આવી હતી. તેમની રૂા. ૯૨ લાખની જીએસટીની ચોરી પકડાઈ હતી. ડાંગ જિલ્લાના વઘઈ વિસ્તારમાં તમાકુના ચાર વેપારીઓ પર પાડવામાં આવેલા દરોડામાં તેમણે અંદાજે વગર બિલનો મોટો વેપાર કરીને રૂા. ૨.૦૮ કરોડની જીએસટીની ચોરી કરી હતી. તમાકુના વેપારીઓ પાસેથી પણ અનરજિસ્ટર્ડ સ્ટોક અને વગર બિલના વેચાણના પુરાવાઓ મળી આવ્યા હતા.