Ahmedabad: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ખાવામાંથી વંદા, ઈયળ, ગરોળી નીકળવા જેવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિઝા સીલ કરી દેવામાં આવ્યું છે.AMCના હેલ્થ વિભાગે ઘાટલોડિયામાં ડોમિનોઝ પિઝા પર કાર્યવાહી કરી છે.


સ્વચ્છતાનો અભાવ
મળતી માહિતી અનુસાર અમદાવાદના ઘાટલોડિયામાં કલાસાગર શોપિંગ સેન્ટરમાં આવેલા ડોમિનોઝ એકમમાં AMCના હેલ્થ વિભાગની કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગને જાણકારી મળી હતી કે અહીં સ્વચ્છતાનો અભાવ હોય છે. ગ્રાહકો દ્વારા સોસની બોટલમાં ફૂગ જોવા મળ્યાની અને સોસનો ટેસ્ટ બદલાઈ ગયો હોવાની ફરિયાદ મળ્યા બાદ AMC ના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં અનિયમિતતાઓ જણાતા ડોમિનોઝ પિઝા ને સીલ કરવામાં આવ્યું