Harsh Sanghvi visited Gandhi Ashram: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમની મુલાકાત લઈ સમીક્ષા બેઠક કરી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ દ્વારા પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમના વિવિધ સ્થળોનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રેઝન્ટેશન નિહાળીને પ્રોજેક્ટ પ્રગતિ અંગે માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી Harsh Sanghviએ પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમના વિવિધ સ્થળો જેવા કે દસ ઓરડી, રંગશાળા, સોમનાથ છાત્રાલય, વણાક પરિવાર ચાલી, આશ્રમશાળા, કુટુંબ નિવાસ, જુનુ રસોડું ચીમનભાઈ કુટુંબ નિવાસ, ઇમામ મંજિલ, આનંદ ભવન સંગ્રહાલય, ગૌશાળા, શિક્ષક નિવાસ, ઉદ્યોગ મંદિર, માનવ સાધના, બાલમંદિર તથા મોર્ડન કન્સ્ટ્રક્શનમાં વ્હીકલ પાર્કિંગ, કેફે એરીયા, સોવેનીયર શોપ અને મોહન ટુ મહાત્મા જેવા સ્થળોની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઓફ મહાત્મા ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન આઈ.પી. ગૌતમ, MGSAMT નાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી આઈ. કે. પટેલ તથા મેમોરિયમ ટ્રસ્ટના અધિકારીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તથા અન્ય વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





