હાલમાં જ અસારવા વિસ્તારમાં આવેલી દાદા હરિ વાવનું નામ AMC દ્વારા લગાવવામાં આવેલા બોર્ડમાં બાઈ હરિરની વાવ કરી બદલી દેવામાં આવતાં સ્થાનિકોમાં મુંઝવણ જોવા મળી રહી છે.
આ અંગે સ્થાનિકોમાં એક તરફ રોષની લાગણી વ્યાપી છે ત્યારે આ અંગે ઈતિહાસકાર ડૉ. માણેક પટેલે જણાવ્યું હતું કે, આ વાવ સામાન્ય રીતે લોકોમાં દાદા હરિની વાવ તરીકે પ્રખ્યાત છે, પરંતુ તેને મહમૂદ બેગડાના અંતઃપુરની હરિર નામની બાઈએ તે બંધાવી હતી.જે તેની ધાવ માતા હતી અને તેના કારણે આ વાવને ‘બાઈ હરિર વાવ’ તરીકે ઈતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. આ અંગે સ્થાનિકોમાં AMC સામે વિરોધ જોવા મળી રહ્યો છે.
સરકારના પુરાતત્વ વિભાગની માલિકી
આ અંગે અસારવા સર્કલના પ્રમુખે જણાવ્યું કે, દાદા હરિની વાવ અસારવામાં સ્થિત છે અને દેશ વિદેશથી આવતાં લોકોમાં મહત્ત્વનું આકર્ષણ ધરાવે છે, પરંતુ છેલ્લા થોડાં દિવસોમાં જ તંત્ર દ્વારા બાઈ હરિર વાવ જેવું બોર્ડ લગાવી દીધું છે. આ વાવની માલિકી ભારત સરકારના પુરાતત્વ વિભાગની છે.
એટલું જ નહીં તેની સફાઈ અને તેના જાળવણીની પણ સંપૂર્ણ જવાબદારી પુરાતત્વ વિભાગની રહેલી છે. આ સ્થિતિમાં મ્યુનિ. કોર્પોરેશને ખોટી રીતે નામ બદલી નાખ્યું છે. આ વાવને જોવા માટે પણ દેશવિદેશથી લોકો અહીં આવતાં હોય છે આ સ્થિતિમાં નામ બદલાઈ જવાના કારણે લોકોમાં વિરોધ ઊભો થઈ શકે છે.
દાદા હરિની વાવ તરીકે વિખ્યાત
જ્યારે આ માટે શહેરના જાણીતા ઈતિસકાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક ઈતિહાસકારોના મતે બેગડાની પોતાની અથવા કોઈ પણ શાહજાદાની હરીર નામની ધાવ માતા હશે. આ બાઈ હરીરએ અસારવા નજીક હરીપુર ગામ વસાવ્યું હતું. મહમૂદ બેગડાના સમયમાં બંધાયેલી આ વાવ સામાન્ય રીતે લોકો તેને ‘દાદા હરિની વાવ’ તરીકે સુવિખ્યાત છે.
મહમૂદ બેગડાના અંતઃપુરની ‘હરિર’ નામની બાઈએ તે બંધાવી હતી. વાવની અંદરના લેખમાં વાવ બાંધકામની તારીખ વિ. સં. 1556 પોષ સુદ 13ને સોમવાર (15 ડિસેમ્બર 1499) લખેલ છે. જેથી હાલમાં લગાવવામાં આવેલ AMC નું બોર્ડ ખોટું નથી.
આ પણ વાંચો..
- congo: કોંગોમાં ISIS સમર્થિત આતંકવાદીઓએ ચર્ચ પર હુમલો કર્યો, 21 લોકોના મોત
- Nikol: નિકોલમાં ₹49 લાખના મેફેડ્રોન સાથે બે લોકોની ધરપકડ, એક આરોપી પાસેથી પ્રેસ આઈડી મળી
- yunus: અવામી લીગના સમર્થકો અરાજકતા ફેલાવી રહ્યા છે… મોહમ્મદ યુનુસે શેખ હસીના પર મોટો આરોપ લગાવ્યો
- AMC ને ₹100 કરોડનું નુકસાન, 273 વેચાયેલા ન હોય તેવા વાણિજ્યિક એકમોને ફરીથી ઉપયોગમાં લેશે
- Narendra Modi: હું નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે જોઉં છું… ભાજપ નેતાએ આવું કેમ કહ્યું, કારણ જણાવ્યું