Ahmedabad: કોરોનાની જેમ ખળભળાટ મચાવનાર ચીનમાં વધુ એક વાયરસથી લોકોમાં ચિંતાનો માહોલ છે. ત્યારે હવે ચીનના HMPV વાયરસનો પ્રથમ કેસ ગુજરાતના અમદાવાદમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદના 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.

સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અમદાવાદમાં જીવલેણ વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદના 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. હાલ ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે બેંગ્લોરના 8 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી.