Chandipura virus: દેશમાં ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસોએ ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં દેશના 4 રાજ્યો ચાંદીપુરા વાયરસથી પ્રભાવિત છે. આ વાઈરસ ફેફસાંથી મગજ સુધી ઈન્ફેક્શનનું કારણ બને છે અને પછી વ્યક્તિનું મૃત્યુ થાય છે. ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV પુણે)ને આ રોગમાં મૃત્યુદર 50 ટકા સુધીની ચેતવણી પર મૂકવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ગુજરાતમાં આ બીમારીથી લોકો પરેશાન છે. ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 10 બાળકોનાં મોત નીપજ્યા છે. તમને જણાવી દઈએ કે, સાબરકાંઠામાં 4 અને અરવલ્લીમાં 2 બાળકોનાં મોત નીપજ્યા છે. ત્યારે મહીસાગર, રાજકોટ, પંચમહાલ અને મહેસાણામાં 1-1 મોત થયા છે.

કયા રાજ્યો ચાંદીપુરા વાયરસ માટે સંવેદનશીલ છે?
હાલમાં આ ખતરનાક વાયરસે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના બાળકોને ભરડામાં લીધા છે. તમામ બાળકોના બ્લડ સેમ્પલ પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને રાજકોટમાં તેના કેસ નોંધાયા છે. ગુજરાતના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ચાંદીપુરમાં અત્યાર સુધીમાં 8600 લોકોની તપાસ કરવામાં આવી છે, જ્યાં વાયરસનો ફેલાવો પ્રકાશમાં આવ્યો છે. અહીં સમગ્ર વિસ્તારને 26 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.

ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ Rhabdoviridae પરિવારનો એક RNA વાયરસ છે, જેના કારણે બાળકો એન્સેફાલીટીસનો શિકાર બની શકે છે. વર્ષ 1966માં મહારાષ્ટ્રના નાગપુરના ચાંદીપુરા ગામમાં 15 વર્ષ સુધીના બાળકોના મોત થવા લાગ્યા હતા, જેની પાછળનું કારણ વાયરસ હોવાનું જાણવા મળ્યું હતું.