અમદાવાદ થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી એટીએસે ચાર આતંકવાદીઓને દબોચી લીધા છે. સૂત્રો અનુસાર ચારે આતંકવાદી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા છે. એટીએસએ ચારેની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી અનુસાર એટીએસને મોટી સફળતા મળી છે. સૂત્રો અનુસાર, સેન્ટ્રલ એજન્સી દ્વારા મળેલા ઈનપુટ બાદ અમદાવાદ એરપોર્ટ પર સતત વોચ રાખવામાં આવી રહી હતી. ગોલ્ડ સ્મગલીંગથી લઈ તમામ વાંધાજનક બાબતનું ખાસ ધ્યાન રાખી તપાસ રાખવામાં આવી હતી. તે સમયે ચાર આતંકવાદી અમદાવાદ એરપોર્ટથી હાથ લાગ્યા.
ચારે આતંકવાદી ISIS સાથે સંકળાયેલા, મૂળ શ્રીલંકન નાગરીક
આ બાબતે એક અમદાવાદ એરપોર્ટ પર એક વ્યક્તિને શંકાના આધારે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં સંતોષજનક જવાબ મળ્યો નહતો, ત્યારબાદ અન્ય ત્રણની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે એટીએસએ ચાર લોકોની ધરપકડ કરી છે, તેઓ આઈએસઆઈએસ આંતકવાદ સંગઠન સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.