Ahmedabad: અમદાવાદ ના હાથીજણ પાસે આવેલા વિવેકાનંદનગર પોલીસ દ્વારા વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ અંતર્ગત એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકદરબારમાં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી કઈ રીતે મુક્ત થઈ શકાય તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવેકાનંદનગરના નાગરીકો તેમજ નાના વેપારીઓ અને મજુર વર્ગને આમંત્રિત કરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી જાદવ સાહેબે તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી છાસટીયા સહેબ તેમજ ના દ્વારા કાયદાની સમાજ આપવામાં આવી.

સામાન્ય નાગરિક જે કોઈ વ્યાજ ખોરોના ત્રાસનો ભોગ બનેલ હોય તેવાને પોલીસ તેમાંથી મુક્ત કરાવવા બનતા પગલા ભરાશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. પી. આઈ. જાદવ સાહેબ જણાવ્યું કે જરૂર પડે યોગ્ય તપાસ કરીને ફરિયાદ નોંધીને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ તેમજ વ્યાજ ખોરોને પણ કડક સબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે વ્યાજ ખોરી સદંતર નાબુદ કરવાની દિશામાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિવેકાનંદનગર પોલીસ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં સરકાર દ્વારા સામાન્ય નાગરીકો માટે અનેક ઉપયોગી યોજનાઓ છે. આ યોજનાઓની જાણકારીના અભાવે જ જનતા લેભાતુ તત્વોના ચુંગાલમાં ફસાય છે. આવી જ જાગૃતિના અભાવનો ફાયદો વ્યાજ ખોરો ઉઠાવે છે .

નાના થી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે તેથી સામાન્ય પ્રજાને લોન-ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કોના પ્રતિનિધીઓ તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓ સાથે સંકલન કરી લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે માર્ગદર્શન પણ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.