Ahmedabad: હાટકેશ્વર અમરાઈવાડી માર્ગ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ એ પચાસ વર્ષ પહેલા બાંધેલા અને જજઁરિત બની ચુકેલા ૪૫૬ મકાનોના ડિમોલિશન બાબતે અદાવત રાખીને સ્થાનિક મહિલાએ તેના સાગરિતો ને બોલાવી તંત્ર ડિમોલિશન પુરુ કયાઁ બાદ સાંજે સાત કલાક બાદ લાકડીઓ અને પાઈપોથી હુમલો કરીને માથુ ફોડી નાંખતા તેમને ગંભીર ઈજા ઓ સાથે મણિનગરની LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 

ઉલ્લેખનીય છે કે આજે તંત્ર એ ડિમોલિશ્ન હાથ ધરી ને છેલ્લા જર્જરિત બ્લેકમાં ભોયતળિયે ગેરકાયદેસર ઓરડીઓ બાંધીને રહેતી મહિલા એ છ કલાક રુમમાં પુરાઈ ને તંત્ર સહિત એસોસિએશનના પમુખ ને જોઈ લેવાની ધમકી આપી હતી. બપોરે ધમકીઓ અને મરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

અમરાઈવાડીના ધારાસભ્ય ડૉક્ટર હસમુખ પટેલને આ ઘટનાની જાણ થતા હોસ્પિટલ ના સુપરિન્ટેન્ડેન્ટ સાથે ટેલિફોનિક વાત કરીને તેમની હાલત અંગે જાણકારી મેળવી 

અમરાઈવાડીના પોલિસ ઈન્સપેકટરને સુચના આપી આવા અસામાજિકત તત્વોને ઝડપીને કડક કાર્યવાહી કરવા સુચના ઓ આપી. પાંચથી વધુ શખ્સો પૂર્વ કોર્પોરેટર પર તુટી પડયા