Ahmedabad : અમદાવાદના હાટકેશ્વર જંકશન ઉપર રુપિયા 40 કરોડના ખર્ચથી બનાવાયલો હાટકેશ્વર ફલાય ઓવર બ્રિજ જર્જરીત બનતા ત્રણ વર્ષથી લોકોની અવરજવર માટે આ બ્રિજ બંધ કરાયો છે. હયાત બ્રિજને તોડવા રુપિયા 9.31 કરોડનું ટેન્ડર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પડાયુ છે. હયાત બ્રિજ તોડવા અને નવો બ્રિજ બનાવવાનો થાય એ સંજોગોમાં થનાર તમામ ખર્ચ અજય ઈન્ફ્રાકોન પાસેથી વસૂલાત કરવાનું નક્કી કરાયુ છે.

હાટકેશ્વર જંકશન ઉપર વર્ષ-2017માં રુપિયા 40 કરોડના ખર્ચથી કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવવામાં આવેલ બ્રિજ લોકોની અવરજવર માટે શરુ કરવામાં આવ્યાના થોડા મહીનાઓમાં બ્રિજ ઉપર ગાબડા પડવાની શરુઆત થતા અવારનવાર બંધ કરીને મ્યુનિસિપલ તંત્ર દ્વારા બ્રિજ ઉપર પડતા ગાબડાં પુરવા પ્રયાસ કરાયો હતો.આ બ્રિજનો ડીફેકટ લાયાબીલીટી પિરિયડ માત્ર એક વર્ષનો રાખવામાં આવ્યો હતો.

હયાત બ્રિજને લઈ આઈ.આઈ.ટી.રુરકી સહિત ત્રણ સંસ્થાઓના તજજ્ઞોની પેનલે હયાત બ્રિજને સુપર સ્ટ્રકચર સહિત તોડી પાડી નવો બનાવવા મ્યુનિસિપલ કમિશનરને રીપોર્ટ સબમીટ કરતા મ્યુનિ.તંત્ર તરફથી હયાત બ્રિજને તોડી નવો બનાવવા અગાઉ ચાર વખત ટેન્ડર કરાયા હતા. છેલ્લે કરવામાં આવેલા ટેન્ડરમાં રાજસ્થાનના એક માત્ર પુંગલીયાનુ સિંગલ ટેન્ડર આવ્યુ હતુ. કોન્ટ્રાકટરે રુપિયા 113 કરોડના ખર્ચથી હયાત બ્રિજ તોડી નવો બનાવવા ઓફર કરી હતી.પરંતુ એ ટેન્ડર રાજકીય દબાણ હેઠળ રદ કરાયુ હતું.

મ્યુનિસિપલ કોર્પોરેશને હવે નવેસરથી ટેન્ડર કર્યુ છે.જેમાં છ મહીનાની સમય મર્યાદામાં ટેન્ડર બીડ ભરનાર કોન્ટ્રાકટરે તેને વર્કઓર્ડર આપવામાં આવ્યા તારીખથી હયાત હાટકેશ્વરબ્રિજને તોડવાનો રહેશે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે એક હજાર દિવસથી બંધ એવા હાટકેશ્વરબ્રિજ મામલે શ્વેતપત્ર બહાર પાડવા માંગણી કરી છે.

આ પણ વાંચો..