Ahmedabad : શહેરમાં એક તરફ પાણી માટેની સમસ્યા વિવિધ વિસ્તારોમાં સામે આવી રહી છે. આ વચ્ચે ઉનાળામાં ફરી એકવાર પૂર્વના છેવાડાના વિસ્તારોમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે.
3 જેમાં ચંડોળા અને તેની આગળ આવેલા ગણેશનગર વિસ્તારમાં છેલ્લા થોડાં દિવસોથી પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળી રહેતા ટેન્કર લાવવાની સ્થિતિ ઉભી થઈ રહી છે. આ અંગે સ્થાનિકોએ કોર્પોરેટરને પણ ફરિયાદ કરી છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
જેના કારણે હજારોની સંખ્યામાં લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. બીજી તરફ ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાંથી ડિમોલિશન કરીને હટાવવામાં આવેલા લોકો પણ અહીં આશ્રાય લેવા માટે પહોંચ્યા હોવાની પણ ફરિયાદ સામે આવી રહી છે ત્યારે પાણી માટે લોકોની મુશ્કેલી વધી છે.
તાજેતરમાં ચંડોળા તળાવમાંથી દબાણ હટાવવામાં આવતા તે વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો મોટા પ્રમાણમાં અન્ય સ્થળો પર ગેરકાયદે દબાણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં ચંડોળા તળાવથી માત્ર ત્રણ કિલોમીટર દુર આવેલા લાંભા વોર્ડના ગણેશનગરમાં મોટા પ્રમાણમાં લોકો પહોંચ્યા છે. જેના કારણે પણ વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
બીજી તરફ ગણેશનગરના લોકોની ફરિયાદ છેકે, લાંબા સમયથી પીવાના પાણી માટે લોકોએ વલખાં મારવા પડી રહ્યા છે. જેમાં પણ ઉનાળાની સાથે જ પાણીની અછત જોવા મળતી રહે છે. ત્યારે હાલમાં મોટા પ્રમાણમાં લોકોની વસ્તી વધી છે ત્યારે પાણીની પ્રાથમિક સુવિધા આપવામાં તંત્ર સતત નિષ્ફળ જઈ રહ્યું છે.
હાલમાં ઘણાં સમયથી એક દિવસ પછી પાણીનું ટેન્કર મંગાવવું પડી રહ્યું છે. છતાં સ્થાનિક નેતાઓ કે કોઈના દ્વારા તેનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી. તેમજ પાણીની અછત હોવા છતાં પણ કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પણ આવી રહી નથી. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ માટે તંત્ર જરૂરી પગલાં ભરે તે આવશ્યક છે. ટેન્કર પણ નિયમિત ન આવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોજ પાણી માટે વલખા મારવાની નોબત આવી છે.
આ પણ વાંચો..
- RBI મહાત્મા ગાંધી શ્રેણીની 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે, ગવર્નર Sanjay malhotra તેના પર હસ્તાક્ષર કરશે
- ‘કોંગ્રેસમાં રહેવું’ અને ‘કોંગ્રેસનું હોવું’ વચ્ચે ફરક છે – જયરામ રમેશે સાંસદ shashi tharoorને કટાક્ષ કર્યો
- ૭૦ વર્ષની ઉંમરે kamal hasanની એક્શન, મણિરત્નમની ફિલ્મ ‘ઠગ લાઈફ’નું ટ્રેલર રિલીઝ
- IPL 2025 દરમિયાન મોટો હોબાળો, BCCIના આ નિર્ણયથી ચાહકો ગુસ્સે, વિરોધ શરૂ કર્યો
- Lahoreથી કરાચી સુધી વિનાશ નિશ્ચિત છે! સિંધુ બાદ હવે ચિનાબ નદીનું પાણી પણ બંધ થશે