Ahmedabad : ઓઢવમાં પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાવકા પિતાના ઘરે વેકેશન મનાવવા આવેલી સગીર પુત્રી સાથે પિતાએ છેડતી અને દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં હોસ્ટેલમાં રહેતી સગીરા વેકેશન કરવા ઘરે આવી હતી. આ અંગે ઓઢવ પોલીસે નરાધમ પિતા સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી છે.

ઓઢવમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ચાર દીકરામાંથી ત્રણ દીકરાનું અવસાન નીપજી ચુક્યું છે.વૃદ્ધા એક દીકરા સાથે રહે છે. આજથી ચૌદ વર્ષ પહેલા દિકરાએ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તે સમયે યુવતી તેની એક વર્ષની દીકરીને લઈને સાસરીમાં રહેવા આવી હતી. ત્યારબાદ આરોપીની પત્નીએ એક દીકરી અને દીકરાને જન્મ આપ્યો હતો.

જેમાં બે વર્ષ અગાઉ પત્નીનું પણ મોત નીપજતા વૃદ્ધ માતાએ તેના દીકરાની સાવકી દીકરી અને પૌત્રીને આશ્રામ શાળામાં ભણવામાં માટે મોકલી દીધી હતી. ગત 22 મેંના વૃદ્ધ મહિલા મરણ પ્રંસંગમાં જઈને તેઓ નડિયાદથી ઓઢવ ઘરે આવ્યા ત્યારે ઘરની બહાર પાડોશીની ભીડ ઉમેટેલી હતી.

વૃદ્ધાએ ઘરમાં જઈને બંને દીકરીઓને પૂછયું તો સાવકી પૌત્રીએ રડતા રડતા જણાવ્યું કે તેના પિતાએ રૂમમાં બંધ કરીને છેડતી અને દુષ્કર્મ આચર્યુ છે. તેમજ ગાઉ ગત વર્ષે પણ મારી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. અને કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો..