Ahmedabad News: કાલુપુર રેલવે સ્ટેશન પાસેનો સારંગપુર બ્રિજ અઢી વર્ષથી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ 2 જાન્યુઆરી, 2025 થી 30 જૂન, 2026 સુધી બ્રિજ મોટા રિનોવેશન માટે બંધ રહેશે. આ બ્રિજ બંધ થવાને કારણે અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય રેલ્વે સંયુક્ત રીતે ₹439 કરોડના ખર્ચે સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજ બંનેને નવીકરણ કરવા માટે એક મુખ્ય નવીનીકરણ પ્રોજેક્ટ હાથ ધરશે. જોકે હાલ માત્ર સારંગપુર બ્રિજ જ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.