Ahmedabad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. 25મી ઓગસ્ટે સાંજે ચાર વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે, જ્યાંથી નિકોલ ખાતે યોજાનારા લોકાર્પણ અને જાહેરસભાના કાર્યક્રમમાં હાજરી આપશે. આ મુલાકાતને લઈને વહીવટી તંત્ર, ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નિકોલ ખાતે PM મોદીનો દોઢ કિમીનો રોડ શો યોજાશે.
PM મોદીનો રોડ શો
નરોડા હરિદર્શન ચાર રસ્તેથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાશે. સમગ્ર માર્ગ પર તિરંગા, “ઓપરેશન સિંદૂર”ના હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ચુસ્ત બનાવાયો છે. સાથે જ અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે.
ખોડલધામ મેદાન ખાતે જાહેરસભા – ટ્રાફિક ડાયવર્ઝન
તા. 25 ઓગસ્ટ 2025ના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં ખોડલધામ મેદાન, નિકોલ ખાતે જાહેરસભા યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન કેટલાક મુખ્ય માર્ગ વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે.
પ્રતિબંધિત માર્ગો
- એમ.એસ.સ્કૂલ ચાર રસ્તાથી રાજચંદ્ર સોસાયટી, મેન્ગો સિનેમા ચાર રસ્તા, દેવસ્ય સ્ટેટસ ફલેટ ત્રણ રસ્તા, રિંગરોડ ભક્તિ સર્કલ સુધીનો માર્ગ.
- રિંગરોડ ભક્તિ સર્કલથી દેવસ્ય સ્ટેટસ ફલેટ, રસપાન ચાર રસ્તા, ડી-માર્ટ ચાર રસ્તા, હરિદર્શન ચાર રસ્તા સુધીનો માર્ગ.
- ઓમકાર પ્લાઝા ચાર રસ્તાથી ગજાનંદ હાઇટ્સ, શાયોના એન્કલેવ, ખોડલફાર્મ ચાર રસ્તા, દેવસ્ય સ્કુલ ચાર રસ્તા સુધીનો માર્ગ.
આ ડાયવર્ઝન 25/8/2025ના બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે.
વૈકલ્પિક માર્ગો
- એમ.એસ.સ્કૂલ ચાર રસ્તાથી વિઠ્ઠલપ્લાઝા, દેહગામ રિંગરોડ સર્કલ, દાસ્તાન સર્કલ સુધીનો માર્ગ.
- દાસ્તાન સર્કલથી ભક્તિ સર્કલ, નિકોલ કઠવાડા ચાર રસ્તા, અમર જવાન સર્કલ, રામરાજ્ય ચોક, ગંગોત્રી સર્કલ થઈ શુકન ચાર રસ્તા સુધીનો માર્ગ.
શહેરમાં નો-ડ્રોન ઝોન જાહેર
PM મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અમદાવાદમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરાયો છે. 25મી ઓગસ્ટે બપોરે 2 થી રાત્રે 10 વાગ્યા સુધી ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર અને પેરાગ્લાઇડર ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.
આ પણ વાંચો
- AMC એ 10 વર્ષમાં વરસાદી પાણીના નિકાલ માટે ₹200 કરોડ ખર્ચ્યા, છતાં વરસાદી પાણી ઓસરવામાં કલાકો
- Greater Noida: પત્નીને સળગાવીને હત્યા કરનાર વિપિનનું પોલીસે એન્કાઉન્ટર કર્યું, તેના પગમાં ગોળી મારી દીધી
- કેન્દ્ર સરકાર ૫૫ લાખ પંજાબીઓનું મફત રાશન બંધ કરવાનું કાવતરું ઘડી રહી છે -Bhagwant Mann
- Gujarat ના કોરી ક્રીક નજીક બીએસએફ અને કોસ્ટ ગાર્ડ દ્વારા ૧૫ પાકિસ્તાની માછીમારોની ધરપકડ
- Ahmedabad: શહેરમાં ગેંગવોર, 10થી લોકોએ યુવક પર હુમલો કર્યો, યુવકનું દર્દનાક મોત, શહેરમાં ભયનો માહોલ