Ahmedabad Police News: હરિયાણાના ભારત માલા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલ પ્રમાણે હાઈવે પર ઉભેલા ટ્રેલર સાથે ગુજરાત પોલીસની જીપની ધડાકાભેર ટક્કર થઈ હતી. અમદાવાદના 3 પોલીસ કર્મીઓના મોત, PSI ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે
લુધિયાણા જઈ રહ્યા હતા તે સમયે થયો અકસ્માત
આ દુર્ઘટનામાં Ahmedabad શહેરના રામોલ પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મીઓના મોત નિપજ્યા છે. જેમાં એક પોલીસ કર્મી, એક હોમગાર્ડ અને ડ્રાઇવર મૃત્યુ પામ્યા છે, રામોલ પોલીસ પોસ્કોના ગુનાની તપાસમાં PSI સોલંકી અને 3 પોલીસકર્મી હરિયાણાના લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા
પોલીસ જીપમાં 4 પોલીસ કર્મી અને એક ખાનગી વ્યક્તિ સવાર
પોલીસ જીપમાં 4 પોલીસ કર્મી અને એક ખાનગી વ્યક્તિ સવાર હતા. તેઓ તપાસ અર્થે રાજસ્થાન ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ત્રણેય મૃતક પોલીસકર્મી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ દુર્ઘટનામાં એક PSI ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ડબવાલી સદર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળેથી અકસ્માતના વાસ્તવિક કારણ વિશે માહિતી એકત્રિત કરી રહ્યું છે. ગુજરાત પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.ડ બવાલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તમામ ઘાયલોને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ ત્રણ પોલીસકર્મીઓને મૃત જાહેર કર્યા. આ પછી, ત્રણ પોલીસકર્મીઓના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યા છે. એક PSI ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.