જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે હવે વૃદ્ધોની સાથે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે Ahmedabad ના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમને પરેડ દરમ્યાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા. ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા CPR આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનું મૃત્યુ નિપજ્યું હતું. બાદમાં અર્જુન સિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે કોન્સ્ટેબલને મૃત જાહેર કર્યા હતા.

પોલીસ બેડામાં શોકનો માહોલ 

પોલીસમાં પરેડ રોજ બરોજ ફરજના ભાગ રૂપે કરવામાં આવતી હોય છે,ત્યારે આજે વહેલી સવારે ગોમતીપુર હેડ કવાર્ટર ખાતે પરેડ ચાલી રહી હતી અને તે દરમિયાન એક પોલીસકર્મીને અચાનક છાતીમાં દુખાવો થતા તે ઢળી પડયા હતા તો તાત્કાલિક તેમને સારવાર હેઠળ પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની ઉંમર 32 વર્ષની હતી.વટવા GIDCના પોલીસકર્મી અર્જુનસિંહનું મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે,.