Ahmedabad: પાટીદાર આંદોલન અંગે થયેલા કેસોને લઈ મસમોટા સમાચાર સામે આવ્યા છે. રાજદ્રોહનો કેસ પાછો ખેંચવા સરકારે કવાયત શરુ કરી હોવાનું સામે આવ્યુ છે. તમામ કેસ પરત ખેંચાયાનો દિનેશ બાંભણીયાનો દાવો છે. દિનેશ બાંભણીયાએ ટ્વીટ કરીને માન્યો સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે.
મળતી માહિતી અનુસાર પાટીદાર આંદોલનના કેસોમાં રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહ સહિતના ગંભીર કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને દિનેશ બાંભણીયા અને હાર્દિક પટેલે આ નિર્ણય પર ટ્વિટ કરીને મુખ્યમંત્રી અને ભાજપ સરકારનો આભાર માન્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, “યુવાનો પર લાગેલા રાજદ્રોહના તમામ કેસ પરત ખેંચવા બદલ ખૂબ આભાર.” આ નિર્ણય પાટીદાર સમાજ અને તેની પછાત હક માટે મહત્વપૂર્ણ છે.
હાર્દિક પેટેલે ટિ્વટ કરીને કહ્યું કે, આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાનો સામેના ગંભીર રાજદ્રોહના કેસો પાછા ખેંચી લીધા છે. સમાજ વતી હું ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું.
પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના કરવામાં આવી, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના અમલમાં આવી અને દેશના લોકોને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો.
હું ફરી એકવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મારા હૃદયના તળિયેથી આભાર વ્યક્ત કરું છું.