Ahmedabad : મણિનગર પૂર્વમાં રહેતી કિન્નર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. ગત વર્ષે કિન્નરનું તેના બોયફ્રેન્ડે અપહરણ કર્યું અને માર માર્યો હતો.ત્યારબાદ કિન્નરે ખોખરા પોલીસ સ્ટેશનમાં બોયફ્રેન્ડ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ કેસમાં સમાધાન નહી કરતા અદાવત રાખીને પૂર્વ બોયફ્રેન્ડે તેના સાગરિત સાથે મળીને ગોમતીપુરથી ઘરે જતી કિન્નરનું અપહરણ કર્યું અને લોખંડની કોસ અને ચાકુના ઘા મારીને જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે કિન્નરે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરીયાદ નોધાવી છે. 

ગાડીમાં આવી કિન્નરનું અપહરણ કર્યુ

જશોદાનગરમાં રહેતી કિન્નર 24 વર્ષીય ઋતુ શાહ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. ગત 27 એપ્રિલે કિન્નર અને તેની મહિલા મિત્રના ઘરે રાત્રે રોકાવવા ગઈ હતી. બીજા દિવસે વહેલી સવારે કિન્નર તેનું એકટીવા લઈને પોતાના ઘરે જવા માટે નીકળી હતી. ત્યારે ગોમતીપુર વીમાના દવાખાને પાસે પહોચી હતી. તે સમયે એક ફેરવ્હીલ કાર ચાલકે તેના એકટીવાને ઓવર ટેક કર્યું અને ગાડી ઉભી રાખી હતી. ગાડીમાંથી કિન્નરનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ હિતેષ પરમાર બહાર આવ્યો અને તેનું અપહરણ કરીને ગાડી હંકારી મૂકી હતી.

સાથળ પર ચપ્પાના ઘા માર્યા

ચાલુ ગાડીમાં પૂર્વ બોયફ્રેન્ડે કિન્નરને કહ્યું કે અગાઉના કેસમાં સમાધાન કેમ નથી કરતી કહીને લાફ માર્યા હતા. ત્યારે કારમાં હિતેષનો સાગરિત ભયલુ પણ હતો. બાદમાં બંને આરોપી કિન્નરને સરસપુર પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે આવેલી ખુલ્લી જગ્યામાં લઇ ગયા હતા. ત્યાં આગળ પૂર્વ પ્રેમીએ ધમકી આપીને કહ્યું કે તુ અગાઉના કેસમાં સમાધાન નથી કરતી એટલે આજે તો તને અહિયા જ ખાડો ખોદીને દાટી દેવાની છે કહીને લોખંડની કોસના ફ્ટકા મારવાનું ચાલુ કરી દીધું હતું. હિતેશની સાથે આવેલા ભયલુએ ચપ્પાના ઘા કિન્નર ઋતુ દેના સાથળ પર માર્યા હતા.

હાડવૈદ્ય પાસે દવા કરાવવ લઈ ગયો

બાદમાં કિન્નરનો મોબાઈલ તપાસતા તેમાંથી તેના નવા બોયફ્રેન્ડના ફેટા મળતા પૂર્વ પ્રેમી વધુ ગુસ્સે થયો અને લોખંડની કોસ કિન્નરના માથામાં મારવા જતા કિન્નરે હાથ વચ્ચે લાવતા તેના હાથમાં વાગતા હાથ ભાંગી ગયો હતો. ત્યારબાદ આરોપી બોયફ્રેન્ડ પોલીસ કેસથી બચવા કિન્નરને લઈને હાડવૈધ પાસે દવા કરાવવા લઇ ગયો હતો. ત્યાં આગળ પણ પૂર્વપ્રેમીએ કિન્નરને મારવા જતા હાડવૈધ વચ્ચે પડતા આરોપી ગાડી લઈને નાસી ગયો હતો. આ અંગે કિન્નરે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હિતેશ ઉર્ફે પ્રકાશ પરમાર અને ભયલુ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

આ પણ વાંચો..