Ahmedabad : દાણીલીમડામાં શાકભાજીનો હોલસેલમાં ધંધો કરતા વેપારીના ત્યાં બોગસ પત્રકાર અને કોર્પોરેશનના બનાવટી અધિકારી બનીને બે શખ્સો આવ્યા અને ગ્રાહકો જોડે તોલમાપમાં ઠગાઈ આચરો છો કહીને વીડિયોગ્રાફી કરી હતી.
બાદમાં વેપારીને ફોન કરીને દમદાટી આપીને રૂ.40 હજારની ખંડણી માંગી હતી. આ અંગે વેપારીએ બંને શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
નાના ચિલોડામાં રહેતા નયનકુમાર પટેલ દાણીલીમડા સુએજ ફાર્મ પાસે શાકભાજીનું ગોડાઉન ધરાવી ધંધો કરે છે. જેમાં તેઓ ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે ગુવાહાટી ફ્રવા ગયા હતા. ગત 21મેં એ વેપારી ગુવાહાટીમાં પરિવાર સાથે ફરી રહ્યા હતા. ત્યારે તેમના ગોડાઉનમાં કામ કરતા કારીગરનો તેમની પર ફોન આવ્યો અને કહ્યું કે બપોરે ગોડાઉનમાં બે શખ્સો આવ્યો હતા.
જેમાંથી એક પોતે ખાનગી મિડીયાનો કર્મચારી ચેતન રાજપૂત અને બીજો AMCના અધિકારી હોવાનું કહીને ગોડાઉનમાં વિડીયોગ્રાફી ઉતારવા લાગ્યા હતા. અને ગ્રાહકો સાથે તોલમાપમાં છેતરપિંડી આચરો છો ગોડાઉનને સીલ કરાવી દેવાની ધમકી આપીને જતા રહ્યા હતા. ત્યારબાદ 22મેં એ ગોડાઉન માલિકને ચેતન રાજપુતે ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે ગ્રાહકો સાથે તોલમાપમાં ઠગાઈ આચરો છો આ બધુ મીડિયામાં છપાઈ દઈશ અને ગોડાઉનને સીલ મરાવી દઈશ.
જો આ બધી માથાકૂટમાં પડવુ ના હોય તો રૂ.40 હજાર મોકલી આપો કહીને કથિત પત્રકાર અને બનાવટી AMCના અધિકારીએ વેપારીને ધમકાવ્યા અને ખંડણી માંગી હતી. આ અંગે વેપારીએ બંને શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
આ પણ વાંચો..
- Shashi tharoor: શું આને મધ્યસ્થી કહેવાય? શશિ થરૂરે ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા પર કટાક્ષ કર્યો
- બાબુ રાવ’ જેવા ટાઇપ કરેલા રોલ બોલિવૂડનો ટ્રેડમાર્ક છે…paresh rawalની વાસ્તવિક સમસ્યા શું છે?
- પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે Ajit dobhal રશિયા જશે, S400 અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાશે
- Germany: કોઈપણ દેશ…’, ઓપરેશન સિંદૂર અંગે જર્મનીએ ભારતને ટેકો આપ્યો; કહ્યું- પીડિતો પ્રત્યે સહાનુભૂતિ
- Corona: કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી, દિલ્હી સરકારે એડવાઈઝરી જારી કરી