Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીની હત્યાના મામલે ઉભેલા વિવાદને પગલે સરકાર તથા ડીઈઓની કડક કાર્યવાહી શરૂ થઈ છે. સ્કૂલની માન્યતા તથા સરકારની એનઓસી રદ કરવા માટે આપવામાં આવેલી શો-કોઝ નોટિસનો ખુલાસો કરવા આજે પુનાથી મેનેજમેન્ટના પ્રતિનિધિઓ અમદાવાદ ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. પરંતુ ડીઈઓએ આ ખુલાસો માન્ય રાખ્યો નહતો અને સ્કૂલના લેટરપેડ પર વિધિવત રીતે ખુલાસો કરવા આદેશ કર્યો હતો. સાથે જ તાકીદે આચાર્ય તેમજ જવાબદાર સ્ટાફને છુટા કરવાની સૂચના આપી હતી.
પુનાની હેડ ઓફિસમાંથી આવેલા પ્રતિનિધિઓનો ખુલાસો અમાન્ય રાખતાં હાલ મેનેજમેન્ટને નવા સिरेથી સ્પષ્ટીકરણ આપવા ફરજ પાડવામાં આવી છે. ગત મંગળવારે બનેલી હત્યાની ઘટનાને પગલે વાલીઓ તથા સ્થાનિકોમાં ભારે રોષ છે. આજે એબીવીપીના કાર્યકરોએ ડીઈઓ કચેરી ખાતે હંગામો કર્યો હતો અને સ્કૂલ બંધ કરવાની ઉગ્ર માંગણી કરી હતી.
ડીઈઓ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ શાળાના આચાર્ય, સિક્યોરિટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવતા તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે તાકીદે તેમને બરતરફ કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે.
બીજી બાજુ, આ બનાવ બાદ વાલીઓમાં ભય અને આક્રોશ વધી રહ્યો છે. અનેક વાલીઓએ પોતાના બાળકોના પ્રવેશ રદ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ડીઈઓ દ્વારા સ્કૂલમાં ચાર અધિકારીઓની નિમણૂક કરીને વાલીઓને એલસી, ફી રીફંડ અને ટ્રાન્સફર બાબતે સહાય પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં લગભગ 70 જેટલા વાલીઓએ બાળકોને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી છે, જ્યારે 25 જેટલા વાલીઓએ જ વિરોધરૂપે ડીઈઓ કચેરીમાં સત્તાવાર નિવેદન આપ્યા છે. હાલ સ્કૂલમાં ધો.1 થી 12 સુધી બંને બોર્ડ સાથે 9 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણતા હોવા છતાં આ ઘટનાએ સમગ્ર સંચાલન પર પ્રશ્નચિન્હ ઉભું કર્યું છે.
આ પણ વાંચો
- Aravalli: સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું મહિલા અને બાળક સારવાર હેઠળ
- ભારતની સાથે સાથે ગુજરાતના ઉદ્યોગોને ખૂબ મોટો ફટકો પડ્યો: Isudan Gadhvi
- ભારતના ગુજરાતના ખેડૂતોને અમેરિકન ખેડૂતોના સસ્તા કપાસ સામે રક્ષણ આપવા આવે : Dharmesh Bhanderi
- Ahmedabad માં મોડી રાત્રે એમએસસીના વિદ્યાર્થી અને હોસ્ટેલના સાથીઓ પર હુમલો, એફઆઈઆર દાખલ
- ભારત-જાપાન સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે, મેડ ઇન ઇન્ડિયા EV યુનિટના ઉદ્ઘાટન પ્રસંગે PM Modiએ કહી આ વાત