Ahmedabadથી ઉમેશભાઈ ઠક્કરનો રીપોર્ટ..
Ahmedabad : શહેરના ચંડોળા તળાવની જગ્યામાં મંગળવારે સવારથી બે હજારથી વધુ પોલીસ જવાન, અધિકારી તથા દસ એસ.આર.પી.ટીમના ચુસ્ત બંદોબસ્ત સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની 50 ટીમોએ બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. 60 ટકા કામગીરી પુરી કરાઈ છે. ત્યારબાદ આજે ફરી ચંડોળા તળાવ ખાતે ફરીથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે,અને આવતીકાલે 1 મેના રોજ પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત્ રહેશે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં અરજદારોએ રજૂઆતમાં દાવો કર્યો હતો કે નિયમોની વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં વસવાટ કરતાં લોકો બાંગ્લાદેશી હોવાનું સાબિત થયું નથી. ઘર તોડી પાડવા માટે અમને કોઈપણ પ્રકારની નોટીસ આપવામાં આવી નથી. આ મામલે હાઇકોર્ટે અરજી નકારી કાઢી ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી.
ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. તળાવની એક લાખ ચોરસ મીટર જગ્યામાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ દુર કર્યા હતા.દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે કહ્યું,જે મકાન આઈડેન્ટિફાય કરાયા હતા તે તોડવામાં આવ્યા છે. 60 ટકા કામગીરી પુરી કરાઈ છે. તળાવની જગ્યામાં બંધાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હજુ બે દિવસ ચાલશે.
- Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાની 5 કલાક પૂછપરછ, 60 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં, આર્થિક ગુના શાખા કાર્યવાહીમાં
- Imran khanની પાર્ટીએ SOG ને રિપોર્ટ જાહેર કરવા અપીલ કરી, કહ્યું – ચૂંટણીમાં ગોટાળાના સંકેતો
- Charlie Kirk: ગુના સ્થળ નજીક મળેલા ડીએનએ પુરાવા શંકાસ્પદ વ્યક્તિ સાથે મેળ ખાય છે’, એફબીઆઈ ડિરેક્ટરનો દાવો
- Asia cup: ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ ફરી એકબીજા સામે આવશે! અંધાધૂંધી વચ્ચે એક જ મેદાન પર જોવા મળશે
- Russiaના ફાઇટર જેટ નાટો એરસ્પેસમાં ઘૂસી ગયા, બ્રિટને નારાજગી વ્યક્ત કરી; રશિયન રાજદૂતને સમન્સ પાઠવ્યા