Ahmedabad : મકરબામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સેલ ફોર રેસિડેન્શિયલ અને સ્કૂલમાટેના રીઝર્વ પ્લોટ તથા 18 મીટરના રસ્તા ઉપર નવ વર્ષ પહેલાં થઈ ગયેલા ગેરકાયદે એવા રહેણાંક અને કોમર્શિયલ મળી 292 બાંધકામ તોડવાની શરુઆત કરાઈ છે. ત્રણ વખત હાઈકોર્ટે આ બાંધકામ તોડી પાડવા ઓર્ડર કર્યો હતો. આમ છતાં મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે આ બાંધકામ તોડયા નહોતા.
શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડવાની શરુઆત કરાઈ છે.પહેલા દિવસે રીઝર્વ પ્લોટની ચાર હજાર ચોરસમીટર તથા 18 મીટરના રસ્તા ઉપરના 500 મીટરના બાંધકામ દુર કરાયા છે. સોમવારે હાઈકોર્ટમા કરવામાં આવેલી નવેસરથી પિટીશનનીં સુનવણી અગાઉ તમામ ગેરકાયદે બાંધકામ તોડી પડાશે.
મકરબા વિસ્તારમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-84ના ફાઈનલ પ્લોટ નંબર-92-1 સેલ ફોર રેસિડેન્શિયલ તેમજ ફાઈનલ પ્લોટ નંબર-92-2 સ્કૂલ માટેના રીઝર્વ પ્લોટ છે.આ પ્લોટમાં હેણાક તથા કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ વર્ષ-૨૦૧૬માં થયા હતા.જે તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામ કરનારાઓને તેમના બાંધકામ તોડી નાંખવા માટે નોટિસો અપાઈ હતી.
મ્યુનિ.ની નોટિસ પછી મકરબા રોડ ઉપર આવેલા મોટા રોઝા સામે આવેલા અલીફ રો હાઉસના રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી.નવ વર્ષથી મ્યુનિ.ના રીઝર્વ પ્લોટ તથા 18 મીટરના રસ્તા ઉપર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડવા હાઈકોર્ટે આપેલા આદેશ છતાં એસ્ટેટ વિભાગના અધિકારીઓએ અમલ કર્યો જ નહતો.શુક્રવારે ૨૫૮ રહેણાંક મકાન,28 કોમર્શિયલ તથા 6 કોમર્શિયલ પ્રકારના બાંધકામ તોડવાની દક્ષિણ-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે શરુઆત કરી હતી.
ચંડોળા તળાવમાં 20 મેથી મેગાડીમોલીશનનો બીજો રાઉન્ડ
ચંડોળા તળાવની જગ્યામાં એક સપ્તાહ અગાઉ ૧.૫ લાખ ચોરસ મીટર જગ્યાના બાંધકામ દુર કરાયા હતા.૨૦ મેથી બીજા રાઉન્ડમાં તળાવની જગ્યામાં બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા એસ્ટેટ વિભાગે સર્વે શરુ કર્યો છે. આ ઉપરાંત તળાવની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી વસવાટ કરતા લોકોને જગ્યા ખાલી કરવા નોટિસ આપવાની શરુઆત કરાઈ છે.તળાવની જગ્યામાં ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરી સમયે ફાયર વિભાગ ઉપરાંત એસ્ટેટ, સેન્ટ્રલ વર્કશોપ વિભાગ તથા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એસ્ટેટ વિભાગની ડેપ્યુટી કમિશનર તેમજ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વગેરને પોલીસ બંદોબસ્ત મેળવવાથી લઈ વિવિધ પ્રકારની જવાબદારી સોંપાઈ છે.
આ પણ વાંચો..
- Pahalgam attack: પહેલગામ હુમલા પર ક્વાડનો કડક સંદેશ, આતંકવાદ સામે કડક કાર્યવાહી પર ભાર
- Kareena Kapoor: શું કરીના કપૂર પ્રભાસની ફિલ્મમાં આઇટમ નંબર કરશે? નિર્માતાઓએ ભારે ફી ઓફર કરી છે
- Pakistan: પાકિસ્તાન પક્ષીઓથી ડરે છે… લાહોર આંતરરાષ્ટ્રીય વિમાનમથક દરરોજ 3 કલાક બંધ રહેશે
- Ahmedabad: નિકોલમાં ટ્રક નીચે આવી જવાથી યુવકનું મોત, સીસીટીવી ફૂટેજમાં કરુણ ઘટના કેદ
- Ahmedabad: ઘીકાંટા ખાતે ટ્રાફિક કોર્ટમાં એક જ દિવસમાં 11,948 કેસ નોંધાયા