Ahmedabad: દેશભરમાં નાની ઉંમરના લોકોને હાર્ટએટેક આવવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં વિદ્યાર્થીનીનું મોત નિપજતા શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.
છાતીમાં દુખાવો થતા વિદ્યાર્થિનીનું મોત
અમદાવાદની ઝેબર શાળામાં સીડી પર જ વિદ્યાર્થિની ઢળી પડી હતી. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.