Ahmedabad civil hospitalમાં થયું છઠ્ઠું સ્કિન દાન. સિવિલ હોસ્પિટલ ના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદે એ  જણાવેલ કે મણીનગર ની કેર એન્ડ ક્યોર હોસ્પિટલ માં થી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ  વિભાગ ના ડોક્ટરો દ્વારા  હોસ્પિટલ માં જઈ મૃતક દર્દી ના શરીર પરથી સ્કીન નું દાન લેવામાં આવ્યું જેને હોસ્પિટલ ની સ્કિન બેંક માં સાચવવામાં આવશે અને જરૂરિયાત વાળા દર્દી માં સારવાર અર્થે ગ્રાફ્ટ કરવામા આવશે.

ડો. સચદે એ વધુ માં જણાવેલ કે દાનમાં મળેલ ચામડી બાયોલોજીકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવા નો સમય મળી રહે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જોષીએ જણાવ્યું હતું કે, દાઝેલા દર્દીઓ માં અમુક કિસ્સાઓ માં સ્કિન ગ્રાફ્ટીંગ અકસીર તેમજ રામબાણ ઇલાજ સાબિત થાય છે…..