ગઈકાલે સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હિન્દુઓને લઈને આપેલા નિવેદન પર દેશભરમાં હોબાળો થઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે. આ કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો અને મારામારી કરતા ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
મળતી માહિતી અનુસાર સંસદમાં રાહુલ ગાંધીના હિન્દુઓના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યાની મોટી ઘટના બની છે. અમદાવાદમાં GPC ખાતે ભાજપ અને કોંગ્રેસ સામે જોરદાર ઘર્ષણ થતા સામ સામે પથ્થરમારો કરાયો. કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. જેને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. જેમા કાચની બોટલો ફેંકાઈ, બાઈક સળગાવવામાં આવ્યા છે. તેમજ એકબીજા સાથે ઝપાઝપી થઈ આ સાથે જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા છે.
એક તરફ સંસદમાં વડાપ્રધાનનું સંબોધન ચાલી રહ્યું હતું. ત્યારે બીજી તરફ ગુજરાતમાં ધમાસાણ મચ્યું હતું. અમદાવાદ કોંગ્રેસના કાર્યાલયની બહાર ભાજપના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે અચાનક સ્થિતિ વણસતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પોલીસની હાજરીમાં જ મામલો બગડ્યો હતો અને બન્ને પાર્ટીના કાર્યકરોની વચ્ચે પથ્થમારો થયો હતો. આ ઘટનામાં પોલીસ કર્મચારીઓ પથ્થરમારામાં ઘાયલ થયા છે.