Ahmedabad સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા 27 દિવસની બાળકી પર અત્યંત જટિલ સર્જરી કરીને તેને પીડામુક્ત કરવામાં આવી છે. રાજસ્થાન નાં સુથારી કામ કરતા મુકેશ ભાઈનાં ઘરે પત્ની હોરાજ બેનનાં કૂખે ૨૭ દીવસ પહેલાં દિવાળી નાં પવિત્ર દિવસ ની શરૂઆત પહેલાં સામાન્ય પ્રસૂતિ થી એક લક્ષ્મી (બાળકી) નો જન્મ થયો.

બાળકી ત્રિશાનાં જન્મ ની શરૂઆત જ મુશ્કેલી ઓ સાથે થઈ. જીવનના ત્રીજા દિવસથી જ તે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહી હતી. મુકેશ ભાઈ બાળકી ને બાંસવાડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં થી તેઓને સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રિફર કરવામાં આવ્યાં. જ્યાં ત્રિશાને તાજા જન્મેલા બાળકો માટેનાં ICU માં ઓક્સિજન ઊપર રાખવામાં આવી. બાળકી નો સીટી સ્કેન કરતા તેને એક દુર્લભ જન્મજાત ખામી જેને બાયલેટરલ કોએનાલ એટ્રેસીયા ઍટલે કે બંને નાક નાં છીદ્રો પાછળ નાં ભાગ થી બંધ હોવાનુ નિદાન થયુ.આ એક દુર્લભ જન્મજાત ખામી છે જેમાં નાકના હાડકાનો વિકાસ અસામાન્ય થવાનાં કારણે નાક નો પાછળનો ભાગ બંધ થાય છે જેથી નાક દ્વારા શ્વાસ લઈ શકાતો નથી.
આશરે 8000 નવજાત શિશુઓમાંથી 1 બાળકમાં આ ખામી થાય છે.

ત્રિશા ને વધુ સારવાર માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.
ડો. રાકેશ જોશી, એચઓડી, પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને તબીબી અધિક્ષક અને ડો રમીલા (એસો પ્રોફેસર) એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા એન્ડોસ્કોપી અને ઈલેક્ટ્રોકોટરાઈઝેશન કરી સફળતાપૂર્વક વધારા નો ભાગ દુર કરી નાકનાં પાછળના ભાગનો બંધ ભાગ ખુલ્લો કરવામા આવ્યો.

ડો રાકેશ જોષી એ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે નવજાત શીશુ ઓ જન્મબાદ માત્ર નાક વાટે જ શ્વાસ લેતા હોય છે. આથી જન્મજાત ખામીનાં કારણે નાકના બન્ને પાછળના છીદ્રો બંધ હોય તેવી પરિસ્થતિમાં બાળક સતત રડતું રહે છે અને રડવાના કારણે તે મોઢેથી શ્વાસ લેતું હોય છે. આથી જ્યાં સુધી આ ખામી દુર કરવામાં ન આવે ત્યાં સુધી બાળક રડતું રહે છે.

ઓપરેશન બાદ પછીની બાળકીને કોઈપણ જાતની તકલીફ ન રહેતા અને સંપૂર્ણ સ્વસ્થ જણાતા ડોકટરો દ્વારા રજા આપવામાં આવી હતી.