Ahmedabadમાં શાહિબાગની ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી વિદેશી હાયબ્રીડ ગાંજો ઝડપાયો.વિદેશથી 10 જેટલા પાર્સલમાં વસ્તુની આડમાં ભારતમાં ગાંજો લાવામાં આવ્યો. USA, કેનેડા, થાઈલેન્ડથી અન્ય હતા પાર્સલ જે ગુજરાતના અમદાવાદ સહીત 10 જિલ્લાઓમાં જવાના હતા. પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળતી બાતમી અનુસાર તતકલીક પગલાં લઇ કાયદેસરની કાર્યવાહ કરી ગાંજો જપ્ત કરવામાં આવ્યો. ગાંજો સાથે લીકવીડ ડ્રગ્સ પણ હોવાની શક્યતા છે.
Ahmedabad ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફીસીમાંથી જપ્ત કરેલ ગાંજાની અંદાજિત કિંમત 3.50 કરોડ આંકવામાં આવી છે.ર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી અન્ય આરોપીઓને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વિદેશી હાયબ્રીડ ગાંજો રમકડાં-ખાદ્ય પદાર્થની આડમાં મોકલવામાં આવતો. અમદાવાદ પોલીસને ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કુરિયર જપ્ત કર્યાં
નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે. આ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ. આ અંગે ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને એટલે જ તે ડ્રગ્સ પકડવામાં દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત માદક પદાર્થોના દુરુપયોગને રોકવાના હેતુથી બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે.