IMD Rain Alert In Gujarat: દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી સાથે Gujaratમાં આગામી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેવાની સંભાવના છે. સાથે જ સુરત, નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ અને નર્મદામાં પણ વરસાદ પડશે. વલસાડના પારડીમાં સોમવારે સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય
હાલ ગુજરાતમાં 28મી સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નવીનતમ અપડેટ મુજબ, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ક્યાં ક્યાં વરસાદ પડી શકે?
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પર છે. આજે દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો આવતીકાલે સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદનું તાપમાન વધશે. સામાન્ય તાપમાન કરતાં 1.7 ડિગ્રીનો વધારો થશે. ગુજરાતના બાકીના જિલ્લાઓમાં તાપમાન 33 થી 34 ડિગ્રી વચ્ચે છે.
વાવાઝોડાની પણ આગાહી
રાજ્યમાં હજુ પણ વરસાદ પડી શકે છે તેવી સંભાવના હવામાનશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે. રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. 10 ઓક્ટોબરે બંગાળમાં ચક્રવાત આવવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં 16 નવેમ્બરથી હળવું ડિપ્રેશન સર્જાશે અને 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત સર્જાશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાં વધુ એક અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 29-27 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. જો કે હાલની પરિસ્થિતિ મુજબ નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે.