Vadodara, સોમવાર છાણી વિસ્તારમાં રહેતા યુવકને વિદેશ મોકલવાના નામે ટ્રાવેલ એજન્ટ તેમજ ફસાયેલા યુવકના મિત્રએ રૂ.૨૦.૫૫ લાખ પડાવી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ટ્રાવેલ એજન્ટે પોર્ટુગલને બદલે દુબઇ મોકલી દીધો, ટ્રાવેલ એજન્ટ પાસે ૬.૫૦ લાખ કઢાવવા મિત્રએ રૂપિયા પડાવ્યા
Vadodara: છાણી જકાત નાકા વિસ્તારમાં, રૂ. મારૂતી કોમ્પ્લેક્સમાં રહેતા કેતનભાઈ પટેલ પટેલે પોલીસને કહ્યું છે ધું છે કે, વર્ષ-૨૦૨૧માં મારે વિદેશ જવાનું હોવાથી રેસકોર્સ વિસ્તારમાં માર્બલ આર્ચ પાસે સી કપ ટાવરમાં આવેલી સ્ટેરિચ ઇન્ટરનેશનલ | પ્રા.લિ.ના સંચાલક નિરજ પ્રમાનંદ પટેલ | (બામણ ગામ, આણંદ)ને મળ્યો હતો. એજન્ટે મને પોર્ટુગલના વિઝા માટે વાત કરી રૂ.૬.૫૦ લાખ નક્કી કર્યા હતા.જે પૈકી મે १३.४० *લાખ ચૂકવ્યા હતા.
પરંતુ એક વર્ષ સુધી વિઝા નહિ મળતાં મૈં તપાસ કરી તો એજન્ટે પોર્ટુગલના વિઝા હાલમાં બંધ છે તેમ કહી દુબઇથી પોર્ટુગલ મોકલી આપીશ તેમ કહી અઢી લાખ લીધા હતા.યુવકે કહ્યું છેકે, દુબઈમાં એક મહિનાના ટુરિસ્ટ વિઝા હોવા છતાં મને ૧૦ મહિના રાખ્યો હતો અને તેને કારણે પેનલ્ટી પણ થઈ હતી. યુવકે કહ્યું છે કે, એજન્ટ પાસે રૂપિયા કઢાવવા માટે મારા મિત્ર મીરેનકુમાર દિલીપભાઈ છત્રોલા (સમતાચોકી પાસે, સુભાનપુરા, વડોદરા)એ કામ માથે લીધું હતું. તેણે કોઈ અજાણ્યા સાથે વાત પણ કરાવી હતી.તેણે પણ મારી પાસેથી વારંવાર રૂપિયા ની માંગણી કરી કુલ રૂ.૧૪.૦૫ લાખ પડાવ્યા હતા. આમ, એજન્ટ અને મારા મીરેને કુલ રૂ.૨૦.૫૫ લાખ પડાવતાં ગુનો નોંધાયો છે.