Amreli જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં પોલીસ બેડામાં રાબેતા મુજબની આંતરિક બદલીનો દોર શરૂ થયો છે.પોલીસ અધિક્ષક દ્વારા ૯ જેટલા પી.આઈ, પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.
Amreli: સાવરકુંડલામાં ફરજ બજાવતા પીઆઈની બાબરામાં નિમણૂક, સાયબર ક્રાઈમનાં પીઆઈને રાજુલા મુકાયા અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા અને લીવ રિઝર્વ પર રહેતા પાંચ પોલીસ ઇન્સ્પેકટર અને ચાર પોલીસ સબ ઇન્સ્પેકટર| ની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. સાવરકુંડલા ટાઉનમાં ફરજ બજાવતા પો.ઈન્સ. ડી.કે. વાઘેલા ની અમરેલી ખાતે બાબરા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
આ સાથે, સી.એસ. ફુગસીયા, જેમણે અગાઉ બાબરા પોલીસ સ્ટેશનમાં પી.આઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે હવે સાવરકુંડલા ટાઉન પોલીસ | સ્ટેશનમાં નિમણૂક કરી છે. સાથે જ, વી.એમ. કોલાદરા, હાલ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે | ફરજ બજાવતા હતા હવે રાજુલા પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.પરમાર, જેમણે લીવ રીઝર્વ, અમરેલીમાં ફરજ| બજાવી, હવે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવ્યા છે.
તો પોલીસ ઇન્સ્પેકટર સુ. શ્રી આઈ.જે. ગીડા, હાલ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા, હવે લીલીયા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવ્યા છે. પીઆઈની સાથે પીએસઆઈની પણ બદલીઓ કરવામાં આવી છે. એસ.આર. ગોહિલ, હાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા, હવે એલ.સી.બી., અમરેલીમાં નિમણૂક કરવામાં આવી છે. પી.એસ.આઈ એ.એમ. રાધનપરા, બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં નવી નિમણૂક કરવામાં આવી છે. પી.એસ.આઈ. એલ.કે. સોધાતર, વાંકિયા આઉટ પોસ્ટમાંથી સાયબર ક્રાઈમ પો.સ્ટે.માં બદલી કરવામાં આવ્યા છે. પીએસઆઈ સુ શ્રી ડી.ડી. ડાંગર, જે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા હવે વાંકિયા આઉટ પોસ્ટમાં નિમણૂક ॥ કરવામાં આવ્યા છે.