Diu કેન્દ્રશાસીત સંઘ પ્રદેશ એવા પર્યટનધામ દીવનાં મહેમાન બનેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનાં હસ્તે આજે ઘોઘલામાં લાભાર્થીઓને આવાસ અર્પણ કરવામાં આવ્યા હતા. દીવમાં આજે ઉપરાષ્ટ્રપતિનું તિલક, પુષ્પગુચ્છ અને બેન્ડવાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

તિલક, પુષ્પગુચ્છ, બેન્ડવાજા સાથે સ્વાગત Diuમાં ઉપરાષ્ટ્રપતિનાં હસ્તે લાભાર્થીઓને આવાસ અર્પણ

આ તકે તેમના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશાસક પ્રફુલ પટેલ સાથે તેમણે દીવમાં ચાલતા વિકાસલક્ષી પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. અને એજ્યુકેશન હબનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે દીવનાં કુદરતી સૌંદર્યનાં વખાણ માર્ચ – ૨૦૨૫ સુધીમાં તમામ માર્ગોનાં નવિનીકરણ સહિતનાં વિકાસકાર્યો પૂર્ણ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પર્યટનધામનાં કુદરતી સૌંદર્યનાં વખાણ કરીને વિકાસલક્ષી પ્રોજેક્ટની ચર્ચો કરી, એજ્યુકેશન હબનું નિરીક્ષણ કર્યું