ટંકારાના નાના ખીજડીયા ગામ પાસેથી rickshawમાં પેસેન્જરને બેસાડી પેસેન્જરની નજર ચુકવી રોકડા ૫૦ હજાર રૂપીયાની ચોરી કરાનાર બે શખ્સોને રીક્ષા તથા રોકડા રૂપિયા મળી કુલ ૧.૫૦ લાખના ના મુદામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. અન્ય એક તસ્કરનું નામ ખૂલતાં શોધખોળ

બનાવની મળતી વિગત મુજબ rickshawમાં ત્રણ અજાણ્યા શખ્સોએ ખિજડીયા ચોકડી પાસેથી રીક્ષામાં પેસેન્જર તરીકે ખાતેથી મેઘપર ઝાલાના વાલજીભાઈ બાર (ઉ.વ. | શખ્સ ૬૫)ને બેસાડી તેની નજર ચુકવી તેના ખીસ્સામાં રહેલ રોકડા રૂપીયા ૫૦ હજાર ચોરી લીધા હતા. જે મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. આ રીક્ષા ગેંગ અંગે મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફલી સ્કોડના સ્ટાફને મળેલ બાતમીના આધારે સી.એન.જી. રીક્ષામાં ગુનાને અંજામ આપનાર બે શખ્સો અશ્વિન

છગનભાઈ ચારોલીયા અને બાબુભાઈ ગાંડુભાઈ સોલંકીને ટંકારા લતીપર ચોકડી ઝડપી પૂછતાછ કરતા અન્ય એક સંજય છગનભાઈ ચારોલીયા એમ ત્રણ જણાએ મળી ચોરીના ગુનાની કબૂલાત આપતા અને નજર ચૂકવી સેરવી લીધેલ રોકડા રૂપિયા ૫૦ હજાર તથા ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા મળી કુલ રૂપિયા ૧.૫૦ લાખનો નો મુદામાલ સાથે ટંકારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. જે શખ્સનું નામ ખુલ્યું છે. તેણે ઝડપવા માટેની કર્યાવહી હાથ ધરવામાં આવી છે.