Aam aadmi partyના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar vasavaએ ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 16 તારીખે રાત્રે મને એક ફોન આવ્યો અને શાંતિલાલભાઈ વસાવા નામના વ્યક્તિએ મારી સાથે ગાળાગાળી કરી હતી. તેની પૂરી હકીકત એવી છે કે ડેડીયાપાડા તાલુકાના નિંગટ ગામ ખાતે શિવમ પાર્ક હોટલ આવેલી છે, ત્યાં શાંતિલાલ વસાવા નોકરી કરતા હતા. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમની હોટલમાં જમ્યા છે તેમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે આવ્યા હતા અને 50,000 નું બિલ રજૂ કર્યું હતું. જૂન મહિનામાં મેં એમને 50000 રૂપિયા ચૂકવ્યા હતા. મારી સાથે રહેનાર વિક્રમભાઈએ 30,000 રૂપિયા રોકડા આપ્યા હતા અને 20,000 રૂપિયા મારા પીએ માધવભાઈએ તેમની દીકરી સપનાને ફોન પે કરીને આપ્યા હતા. પૈસા આપ્યા હોવા છતાં પણ તેમણે 16 તારીખે રાત્રે મને ફોન કરીને ગાળાગાળી કરી.
તેમ છતાં 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે મને તેઓ ફોન કરીને મારી સાથે ગાળાગાળી કરે છે અને એક લાખ 28 હજાર રૂપિયાની માંગણી કરે છે. ત્યારબાદ શિવમ પાર્ક હોટલના માલિક સાથે મેં વાત કરી તો તેમણે જણાવ્યું કે અમારો એક પણ રૂપિયાનો ઉધાર બાકી નથી. જે તે સમયે જે પણ બિલ હતું તે પૂરું થઈ ગયું છે. જે રીતે શાંતિલાલભાઈએ અમારી સાથે ગાળાગાળી કરી તેનો વિડીયો અને તમામ પુરાવાઓ લઈને અમે પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે. શાંતિલાલ ભાઈએ પણ અમારી વિરુદ્ધ ફરિયાદ કરી છે. સામસામેના કેસમાં કાયદેસરની કાર્યવાહી થશે. હોટલના માલિક સહિત તમામના નિવેદન લેવામાં આવે તો આ વાતનું સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર લોકો આમાં સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. અમે જનતાની સેવા કરવા માટે ધારાસભ્ય બન્યા છીએ અને દિવસ રાત જનતા માટે મહેનત કરીએ છીએ. આવી પરિસ્થિતિમાં આવા શાંતિલાલ જેવા લોકો અમને બ્લેકમેલ કરે તે અમે ચલાવી લઈશું નહીં.