આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણભાઈ રામે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ 30 વર્ષના શાસન બાદ પણ ભાજપ હોય કે તેમના અંડરમાં કામ કરતી Gujarat બોર્ડ સેવા પસંદગી મંડળ જેવી સંસ્થાઓ હોય, આ તમામ સંસ્થાઓ અને સરકાર સાથે મળીને પણ ગુજરાતના યુવાનોને સંતોષ થાય તેવી એક પણ ભરતી પ્રક્રિયાની પદ્ધતિ વિકસાવી શક્યા નથી. હાલમાં CCEના પરિણામનું લિસ્ટ જાહેર થયું તેમાં પણ અનેક વિસંગતતાઓ જોવા મળી. જેના કારણે ગુજરાતના યુવાનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો. ગુજરાતના યુવાનોએ આ મુદ્દા પર સાથે મળીને રજૂઆત પણ કરી.

હવે ગુજરાતના યુવાનો CBRT પધ્ધતિ નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. કારણકે નોર્મલાઈઝેશન પછી કોના માર્ક્સ કેટલા વધી જાય છે તેના વિશે કોઈને કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી. માટે ગુજરાતના યુવાનોની જે માંગણી છે તે યોગ્ય છે. માટે સરકારે તાત્કાલિક ધોરણે માંગણીને સ્વીકાર કરવો જોઈએ અને સમસ્યાઓનો નિકાલ કરવો જોઈએ. જો સરકાર યુવાનોની સમસ્યાઓનો નિકાલ નહીં કરે, તો આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનો સાથે ખભેથી ખભો મિલાવીને ઉભી રહેશે. આ મુદ્દા પર અમે ગુજરાતના યુવાનોની સાથે મળીને લડત લડવા માટે પણ તૈયાર છીએ.